
ગુરુદાસ કામત સાથેની બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે કોંગ્રેસના તાકાતવાર ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરાય છે.ગુરુદાસ કામતે ધારાસભ્યો સાથે બેઠકની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભવિષ્યના સીએમ માટેની મીટિંગ નહોતી.દિલ્હી હાઈકમાન્ડ જ અંતિમ નિર્ણય લેશે.વધુમાં બાપુએ કહ્યુ હતું કે સમય નક્કી કરશે કે અમારે શું કરવું,મારા સ્થાને પાટીદારને આગળ કરે તો મારું સમર્થન છે.પાટીદાર સમાજને ન્યાય અપાશે.