Home /News /kutchh /G20 in Kutch: આંતરાષ્ટ્રીય સમીટ કઇ રીતે યોજાય છે, વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ કરી માહિતી મેળવી!

G20 in Kutch: આંતરાષ્ટ્રીય સમીટ કઇ રીતે યોજાય છે, વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ કરી માહિતી મેળવી!

X
વિદ્યાર્થીઓએ

વિદ્યાર્થીઓએ યોજી G20 સમિટ

ફેબ્રુઆરી મહિનાની 7, 8 અને 9 તારીખે કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં G20 સમીટ યોજાવાની છે. આ સમીટ માટે જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે

    Dhairya Gajara, Kutch: કચ્છમાં યોજાનાર G20 સમીટને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ G20ના રંગે રંગાઈ રહ્યું છે. કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ એક મોક G20 સમીટનું આયોજન કર્યું હતું. આ પ્રકારની આંતરાષ્ટ્રીય સમીટ કઇ રીતે યોજાય છે તેનાથી માહિતગાર કરવા અને વિદ્યાર્થીઓમાં પણ આપ-લેની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ સમીટ યોજાઇ હતી.

    ફેબ્રુઆરી મહિનાની 7, 8 અને 9 તારીખે કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં G20 સમીટ યોજાવાની છે. આ સમીટ માટે જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને કામગીરી ચાલુ કરી છે તો વિદ્યાર્થીઓએ પણ પોતાની G20 સમીટ બનાવી લીધી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા G20ની મોક સમીટ યોજવામાં આવી હતી.


    આ મોક સમીટમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશના પ્રતિનિધિઓ બનીને ભાગ લીધો હતો. તો સાથે જ યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે એક વાસ્તવિક G20 સમીટની જેમ બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ચાન્સેલર બની આ સમીટમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ જેવા અનેક મુદ્દાઓની આ મોક સમીટમાં ચર્ચા કરી હતી.



    કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે જે રીતે G20 સમીટમાં દરેક દેશ કઈ રીતે વિકાસ કરી શકે તે મુદ્દે ચર્ચા કરવામાં આવે છે તે જ રીતે આ મોક સમીટ થકી વિદ્યાર્થીઓમાં સાથે કામ કરી સાથે પ્રગતિ કરવાની ભાવના ઉત્પન્ન થાય.

    First published:

    Tags: Local 18

    विज्ञापन