Home /News /kutchh /

KUTCH: પાણીના 'શાહી' વધામણા, 3 હજાર કિલો લાડુ ખવડાવી હરખાયા

KUTCH: પાણીના 'શાહી' વધામણા, 3 હજાર કિલો લાડુ ખવડાવી હરખાયા

રાજાશાહી

રાજાશાહી સમયની પરંપરા આજે પણ સર્વે ધર્મના લોકોએ અવિરત ચાલુ રાખી છે

રણપ્રદેશ હોવાના કારણે કચ્છમાં સારો વરસાદ થાય ત્યારે ગામડે ગામ તળાવોને વધાવવા ઉપરાંત મેઘલાડુ બનાવી લોકોને ખવડાવવાની રાજાશાહી સમયની અનોખી પરંપરા આજે પણ પ્રચલિત

    Dhairya Gajara, Kutch: રણપ્રદેશ કચ્છમાં સારો વરસાદ (Kutch Rainfall) પણ ઉજવણીનો એક પ્રસંગ છે. જે પ્રદેશે અનેક દુષ્કાળ (Kutch Drought) જોયા છે ત્યાં છલકાતા તળાવ (Kutch Lakes) જોઈને સૌની આંખોને ટાઢક પહોંચે છે. તળાવો, નદીઓ અને ડેમમાં નવા નીર આવતાં લોકોમાં હરખની હેલી વરસી પડે છે.આ વર્ષે પણ સચરોચર વરસાદના પગલે જિલ્લાભરમાં અનેક તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે.

    મધ્યમ સિંચાઇનાતમામ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી

    કચ્છમાં આ પ્રસંગને શુભ માની ગામડે ગામડે સર્વે ધર્મના લોકો (Kutch Communal Harmony) છલકાયેલા જળાશયોના વધામણાં કરવામાં આવે છે. તો સાથે જ આવા પ્રસંગે કચ્છમાં મેઘલાડુ (Meghladdu) બનાવી સૌનું મોઢું મીઠું કરવાની પણ અનોખી પરંપરા છે.કચ્છમાં આ વર્ષે અષાઢ મહિનાની શરૂઆત સાથે જ પહેલા 10 દિવસોમાં જ અનેક તાલુકાઓમાં સીઝનનો 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. લખપત અને અબડાસા જેવા છેવાડાના સરહદી તાલુકાઓમાં પણ ભારે વરસાદના પગલે ગામડે ગામડે તળાવ ઓગનાયા છે તો મધ્યમ સિંચાઇના પણ તમામ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

    ઐતિહાસિક રાતોતળાવ ઓગની જતા આસપાસના અનેક ગામોમાં ખુશી છવાઈ

    કચ્છની સૌથી મોટી ગૌશાળા ધરાવતો અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે પણ ગામનો ઐતિહાસિક રાતા તળા ભરાઈજતા આસપાસના અનેક ગામોમાં ખુશી છવાઈ હતી. તો મંગળવારે ગામની જ સંત શ્રી વાલરમજી મહારાજ પાંજરાપોળ દ્વારા તળાવના વધામણાં કરી મેઘલાડુની ઉજવણી કરવામાં આવી હતી.રાતા તળાવની આસપાસના ગામના અઢારેય વર્ણના લોકોની ઉપસ્થિતિમાં પૂજનીય સંતો અને મહંતોના હસ્તે તળાવને નાળિયેર દ્વારા વધાવવામાં આવ્યું હતું. તો સંસ્થા દ્વારા જ આ પ્રસંગમાં મીઠાશ વધારવા ત્રણ હજાર કિલોગ્રામ લાડુ બનાવી સમગ્ર ગામની સાથે ગાયોને પણ ખવડાવી મેઘલાડુની ઉજવણી કરવામાં આવી હતી.

    બહાર વસતા કચ્છી લોકોનાગામનું તળાવ ઓગની જાય એટલે વિશ્વના કોઈ પણ ખૂણે વસતો કચ્છી ભીંજાઈ જાય છે.

    પોતાના વતનમાં સારું વરસાદ વરસે અને ગામનું તળાવ ઓગની જાય એટલે વિશ્વના કોઈ પણ ખૂણે વસતો કચ્છી ભીંજાઈ જાય છે. એવી જ રીતે આ ઉજવણીમાં ભાગ લેવા માટે આસપાસના ગામો નહીં પણ સિલવાસા, મુંબઈ અને બેંગલોર સુધીના કચ્છી લોકો પણ હાજર રહી આ ખુશીમાં શામેલ થયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Kutch news, Monsoon 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन