Home /News /kutchh /

Kutch: કેસર કેરીના સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના HCDP પ્રોજેક્ટ અંતર્ગત ક્લસ્ટરમાં કચ્છનો સમાવેશ

Kutch: કેસર કેરીના સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના HCDP પ્રોજેક્ટ અંતર્ગત ક્લસ્ટરમાં કચ્છનો સમાવેશ

કેન્દ્રીય

કેન્દ્રીય કૃષિ અધિક સચિવે ભુજ ખાતે ખેડૂતોની મુલાકાત લીધી

કચ્છની કેસર કેરીએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે તેની સાથે સંકળાયેલા ખેડૂતોને વધુ સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ચાલુ કરાયેલા એચસીડીપી પાયલટ ક્લસ્ટર પ્રોજેક્ટ અંતર્ગત કચ્છનો સમાવેશ કરી ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

વધુ જુઓ ...
  Kutch: કચ્છની કેસર કરી (Kutch Kesar Mango) અન્ય કેરીની તુલનાએ સૌથી મોડી ઉતારે છે અને તે જ કારણે તેના ચાહકો પૂરા મનથી તેની રાહ જોતા હોય છે. કચ્છ (Kutch Agriculture) જેવા સૂકા પ્રદેશમાં (Kutch Desert Region) કેસર કેરીનો ઉત્પાદન કરી અહીંના ખેડૂતોએ (Kutch Farmers) પોતાની એક ઓળખ ઊભી કરી છે. આજે આ કેરીઓ ન માત્ર ભારતભરમાં પણ વિદેશમાં (Kutch Mango Export) પણ તેની ખાસી એવી માંગ છે. તો કચ્છી ખેડૂતોને આ પાકનું સારું વળતર મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છને HCDP હેઠળ પાયલટ ક્લસ્ટર તરીકે પસંદ કર્યું છે.

  કેન્દ્રિય કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ભુજ ખાતે કચ્છ કેસર કેરી કલસ્ટર ડેવલપમેન્ટનો વર્કશોપ યોજાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી યોજાયેલા વર્કશોપમાં ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં રૂ.200 કરોડના રોકાણની પરિકલ્પના છે. જેમાં ભારત સરકાર દ્વારા રોકાણકારને રૂ.50 કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે.

  ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટર ડી.કે. પારેખે જણાવ્યું હતું કે ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) બનાવવા જોઈએ કેમ કે ફુડ પ્રોસેસીંગ સેકટરમાં જેટલા પણ સંગઠનો છે. તેમાં તમામ સુવિધા સહાયો, કેન્દ્ર અને રાજય સરકારના લાભ લઇ આર્થિક ઉન્નતિ વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીની બ્રાન્ડીંગ ઉભી કરવા કચ્છને કેરી કલસ્ટર તરીકે વિકસાવવા વિશાળ શકયતા છે.

  ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ IAS ડો. અભિલાક્ષ લખીએ બાગાયત ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે માંડવી તાલુકાના મઉ ગામે કેસર મેંગોક્લસ્ટરની મુલાકાત લીધી હતી. કેસર કેરીના ઉત્પાદકો અને અન્ય મૂલ્ય શૃંખલાના હિસ્સેદારો સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ પૂર્વ ઉત્પાદન, ઉત્પાદન, લણણી પછીનું સંચાલન, લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સહિત સમગ્ર મૂલ્ય શૃંખલાના પડકારો પર લક્ષ આપે છે.

  ડૉ. લખીએ કહ્યું, “કચ્છ, ગુજરાતમાં કેસર મેંગો ક્લસ્ટર લગભગ 5,500 કેરીના ખેડૂતો અને મૂલ્ય શૃંખલાના સંબંધિત હિતધારકોને લાભ કરશે અને આશરે 66,000 લાખ MT કેરીનું સંચાલન કરશે. આ કાર્યક્રમ સાથે, અમે લક્ષિત પાકોની નિકાસમાં 20-25% વધારો કરવાનો અને ક્લસ્ટર પાકોની સ્પર્ધાત્મકતા વધારવા માટે ક્લસ્ટર-વિશિષ્ટ બ્રાન્ડ્સ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ”.

  આ પણ વાંચો: Kutch: ભુજ સર્કિટ હાઉસ ખાતે નોકરી કરતા આ બે યુવા ભાઈઓ પાથરે છે બેન્જો અને ઢોલના સૂરતાલ

  કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 55 બાગાયત ક્લસ્ટરોની ઓળખ કરી છે, જેમાંથી 12ને કાર્યક્રમના પ્રાયોગિક પ્રક્ષેપણ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કાના ક્લસ્ટરોમાં એપલ, લખનૌ (જમ્મુ કાશ્મીર) માટે શોપિયન (જમ્મુ કાશ્મીર) અને કિન્નૌર (હિમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે. કેરી માટે ઉત્તરપ્રદેશ અને મહબૂબનગર (તેલંગાણા), કેળા માટે અનંતપુર (આંધ્ર પ્રદેશ), કેળા માટે થેની (તમિલનાડુ), દ્રાક્ષ માટે નાસિક (મહારાષ્ટ્ર), અનાનસ માટે સિફહીજાલા (ત્રિપુરા), સોલાપુર (મહારાષ્ટ્ર) અને ચિત્રદુર્ગ (કર્ણાટક) અને હળદર માટે પશ્ચિમ જયંતિયાહિલ્સ (મેઘાલય)નો સમાવેશ થાય છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  આગામી સમાચાર