Home /News /kutchh /Kutch: આ વળી નવું આવ્યું! હવે કચ્છી ઊંધિયું દાબેલી લોકોને દાઢે વળગી, જુઓ વીડિયો

Kutch: આ વળી નવું આવ્યું! હવે કચ્છી ઊંધિયું દાબેલી લોકોને દાઢે વળગી, જુઓ વીડિયો

X
રવિવારની

રવિવારની સવારે ઊંધિયા પાવ ખાવા થાય છે પડાપડી

ઊંધિયાને સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રચલિત કરવા હવે ભુજમાં ધંધાર્થીઓ પાવમાં ઉંધીયું ભરી લોકોને ઊંધિયા દાબેલી ખવડાવી રહ્યા છે

    Dhairya Gajara, Kutch: શિયાળો શરૂ થાય એટલે ગુજરાતની સ્પેશ્યલ વાનગી ઉંધીયું બનવાનું શરૂ થઈ જાય છે. ગુજરાતમાં પણ હરેક વિસ્તારમાં ઉંધીયું અલગ રીતે બનતું હોય, ક્યાંક લીલું ઉંધીયું બને તો ક્યાંક મસાલાઓથી તીખું તમતમતું લાલ ઉંધીયું બનાવવામાં આવે. તો કચ્છમાં હવે ઉંધીયું ખાવાની પણ એક નવી રીત ચલણમાં આવી છે. પાવમાં ગરમ ઉંધીયું ભરી લોકો ટેસથી ઊંધિયા પાવ અથવા તો ઊંધિયા દાબેલીની મોજ માણી રહ્યા છે.

    દાયકાઓ પહેલાં કચ્છના માંડવીમાં એક ધંધાર્થીએ પાવમાં બટેકાનું શાક ભરી દાબેલી બનાવવાની શરૂઆત કરી હતી. તો હવે આ જ પ્રદેશના ધંધાર્થીઓએ પાવમાં ઉંધીયું ભરી ઊંધિયા પાવ બનાવવાનું શરૂ કર્યું છે.



    શિયાળામાં કચ્છના લોકોમાં ગરમ મસાલાથી ભરપુર ઉંધીયું ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે અને તે કારણે જ હવે ખાણી-પીણીના ધંધાર્થીઓ શિયાળામાં ખાસ ઉંધીયું બનાવવા લાગ્યા છે. તો ઊંધિયાને રસ્તા પર એક સ્ટ્રીટસાઈડ ફૂડ તરીકે પ્રચલિત કરવા હવે તેને પાવમાં નાખી દાબેલીની જેમ પીરસવાની શરૂઆત થઈ છે અને મોટી સંખ્યામાં લોકો લારી પર ઊંધિયા દાબેલી માણતા નજરે પડે છે.



    છેલ્લા પાંચ દાયકાથી દાબેલીનો ધંધો કરતી પેઢી દ્વારા દાબેલીમાં નવીનતા લાવવા તેમજ સીઝન મુજબ લોકોને કઈંક નવું આપવા ઊંધિયા પાવ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઊંધિયા પાવનું ચલણ એટલું વધ્યું છે કે લોકો હવે રવિવારની સવારે જલેબી ગાંઠિયા ખાવાની બદલે ઊંધિયા પાવની મોજ માણવા પહોંચે છે. તો ઉંધીયું પૂરું થાય તેની પહેલા પોતપોતાના ઊંધિયા પાવ મેળવવા રીતસરની પડાપડી અહીં જોવા મળે છે.



    શિયાળાની ઋતુમાં કચ્છમાં પ્રવાસીઓનો ધસારો પણ ખૂબ સારો રહે છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભુજના દરબાર ગઢની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે દરબાર ગઢની બહાર જ મળતાં ઊંધિયા પાવ જોઈને પ્રવાસીઓ પણ આ અવનવી આઈટમ જોઈને આચંભીત થઈ જાય છે અને કચ્છની આ નવી યુનિક ડીશ ખૂબ ટેસથી માણે છે.

    First published:

    Tags: Kutch, Local 18, ખોરાક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन