Home /News /kutchh /SBI YONO એપ્લિકેશનના નામે સાયબર ફ્રોડના કેસો વધ્યા: કચ્છમાં બે લોકો છેતરાયા

SBI YONO એપ્લિકેશનના નામે સાયબર ફ્રોડના કેસો વધ્યા: કચ્છમાં બે લોકો છેતરાયા

બેન્ક એકાઉન્ટ ટ્રાંસફર

Kutch News : છેલ્લા થોડા સમયથી લોકોને તેમના મોબાઈલ નંબર પર એસબીઆઈ બેંકના યોનો મોબાઈલ એપ્લિકેશન બંધ થયાનું મેસેજ મોકલી છેતરવાની રીત ગુનેગારો અપનાવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ બે લોકો પણ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યા હતા

    SBI YONO : ઈન્ટરનેટના વધતા વપરાશ (Internet users in India) વચ્ચે દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કેસ (Cyber Fraud) પણ વધતા જાય છે. છેતરપિંડી કરનાર લોકો અલગ અલગ નુસખા અપનાવી લોકોના ખિસ્સા ખંખેરવાનું પ્રયત્ન કરે છે. તો હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના (State Bank of India) બેન્કિંગ એપ્લિકેશન એસબીઆઈ યોનો (SBI YONO) એપ લોક થવાનું મેસેજ મોકલી કચ્છના બે લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા પડાવી લેવાની ઘટનાઓ સામે આવી છે.

    ચાલુ મહિનાની 12 તારીખે ભુજના બેન્કર કોલોની વિસ્તારમાં રહેતા ધીરેન જયંતીલાલ શાહને તેમના મોબાઈલ નંબર પર એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે તેમનો SBI YONO એપ્લિકેશન લોક થઈ ગયું હતું. સાથે જ લોક થયેલા એપ્લિકેશનનો વપરાશ ચાલુ રાખવા માટે જોડે આપેલી લિંક પર ક્લિક કરવા જણાવાયું હતું.

    અરજદારે તે લિંક ખોલતા જ થોડી વારમાં જ તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બેંક ખાતામાંથી ત્રણ ઉપાડમાં રૂ. 1,39,339, રૂ. 49,999 તેમજ રૂ. 24,989 એમ કુલ રૂ. 2,14,327 ઉપડી ગયા હતા. તો અરજદારે બીજા જ દિવસે પશ હિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ એલસીબી દ્વારા પત્રવ્યવહાર અને ટેકનિકલ રિસોર્સના આધારે રૂ. 1,39,339 પાછા મેળવ્યા હતા.

    તો આ ઘટનાના ચાર દિવસ બાદ જ 17 તારીખે ભુજના જ પ્રમુખસ્વામી નગરમાં રહેતા મોનિકા ચંદ્રકાંત ધરોડને આ જ પ્રકારનું SBI YONO એપ્લિકેશન લોક થયાનું મેસેજ આવ્યું હતું અને તેની સાથે આપેલી લિંક પર ક્લિક કરતા જ ત્રણ અલગ અલગ ઉપાડમાં રૂ. 24,999, રૂ. 9,999 અને રૂ. 7,500 ઉપડી ગયા હતા. ભોગ બનેલા યુવતીએ તે જ દિવસે પશ્ચિમ કચ્છ એલસીબીના સાયબર સેલના સંપર્ક કરાતા કુલ ગયેલી રકમમાંથી રૂ. 13,300 અરજદારના ખાતામાં પરત મેળવી આપેલ હતા.

    સાયબર સેલના એક અધિકારીએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના બેંક એપ્લિકેશનના નામે સાયબર ફ્રોડના કેસ હમણાં વધ્યા છે. બેંકના નામે કોઈ પણ લિંક મોકલવામાં આવે તો તેના પર ક્લિક ન કરવાની સલાહ સાયબર સેલના અધિકારીએ આપી હતી.


    ઈન્ટરનેટનું અથવા મોબાઈલ બેન્કિંગનું વપરાશ કરતા હો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

    - કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક એકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહીં

    - કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમાં કોઇપણ એપ્લીકેશન (ઉ.દા. TeamViewer, AnyDesk) ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી નહીં

    - અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી

    - કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.

    - સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહીં

    - અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહીં

    - લોન/લોટરીના નામે આવતા અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવું.

    - જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: SBI Yono, , કચ્છ, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन