Home /News /kutchh /

Kutch: ભુજ સર્કિટ હાઉસ ખાતે નોકરી કરતા આ બે યુવા ભાઈઓ પાથરે છે બેન્જો અને ઢોલના સૂરતાલ

Kutch: ભુજ સર્કિટ હાઉસ ખાતે નોકરી કરતા આ બે યુવા ભાઈઓ પાથરે છે બેન્જો અને ઢોલના સૂરતાલ

નોકરી

નોકરી કરવા મજબૂર કલાકારો ઝંખે છે કોઈ હાથ ઝીલનાર

કચ્છના પાટનગર ભુજ ખાતે આવેલા સરકારી સર્કિટ હાઉસ ઉમેદ ભુવનમાં નોકરી કરતા બે યુવાન ભાઈઓ સાંજે સર્કિટ હાઉસ ખાતે જ્યારે પોતાની કળાના સુર પાથરે છે, ત્યારે આખો સર્કિટ હાઉસ તેમના મધુર સંગીતથી ગુંજી ઉઠે છે.

    Kutch: જો તમારે કદી સાંજના સમયે ભુજ શહેર (Bhuj City) ખાતે આવેલા સરકારી સર્કીટ હાઉસ (Bhuj Circuit House) ખાતે આવવાનું થાય અને સાંજના સમયે સર્કિટ હાઉસમાંથી બેન્જોના સુર અને ઢોલના તાલનો મધુર સમન્વય સાંભળવા મળે તો ચોંકી ન જતા. કારણ કે આ કોઈ લગ્ન કે અન્ય પ્રસંગ નહીં પણ સર્કિટ હાઉસ (Bhuj Umed Bhavan) ખાતે જ હાઉસકીપિંગ કરતા બે યુવાન ભાઈઓના (Musician Brothers) કળાની ઝલક છે.

    ઉમેદ ભવન તરીકે ઓળખાતા ભુજ શહેરના સર્કિટ હાઉસ ખાતે હાઉસકીપિંગનું કામ કરતા બે યુવાન ભાઈઓ બાળપણથી જ સંગીત કલાકાર રહ્યા છે. કાકા બાપાના દીકરાઓ રવિ અને પૃથ્વીને વારસામાં આ કળા મળેલી છે અને જો તેમને વગાડતા સાંભળીએ તો કોઈ પણ તેમની કળાને દાદ આપ્યા વિના રહી ન શકે.

    આ પણ વાંચો:  ગુજરાતમાં હથિયાર ખરીદ-વેચાણના મોટા નેટવર્કનો થયો પર્દાફાશ

    પરંતુ ઘરના બે છેડા ભેગા કરવા આ કલાકાર જીવોને ભુજ સર્કિટ હાઉસ ખાતે હાઉસકીપિંગ અને સ્વિપરની નોકરી કરવી પડે છે. સવારથી સાંજ સુધી સર્કિટ હાઉસ ખાતે પોતાની ફરજ બજાવ્યા બાદ બંને ભાઈઓ સર્કિટ હાઉસના કોઈ રૂમમાં અથવા પોતાના ઘરે નિયમિતપણે સંગીતનો રિયાઝ કરે છે. તેમના બાપ દાદા પણ આ જ કળા સાથે જોડાયેલા હતા અને તેમની પણ ઈચ્છા છે કે તેઓ આ વારસાને આગળ લઈ જાય.

    એક કલાકારનો જીવન તો તેની કળાને જ સમર્પિત હોય છે માટે જ નોકરી કરવી એ કલાકારો માટે ખૂબ કઠિન હોય છે. પણ આ બન્ને ભાઈઓ પોતાના ઘરના બે છેડા ભેગા કરવા નોકરી કરવા મજબૂર બન્યા છે. સંગીતના ઓર્ડર માંડ મહિને એક વખત મળતાં હોય તેમાં પણ લોકો પૂરા પૈસા ન આપે તે કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તો વધતી મોંઘવારીએ ફક્ત કલાકારી પર નિર્ભર રહેવા જેવું રાખ્યું નથી.

    આ પણ વાંચો: Grishma Vekaria murder case: ગ્રીષ્મા વેકરિયા કેસમાં ફેનિલને આજે થઇ શકે છે સજા, ફાંસીની માંગ

    બંને ભાઈઓની ઈચ્છા છે કે જો સરકાર અથવા કોઈ સામાજિક સંસ્થાનો સહકાર તેમને મળે તો તેઓ પોતાનો પૂરો સમય કળાને આપી સંગીતની સાધના કરી લોકોને ઉત્તમ સંગીત કલાકારી પૂરી પાડી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર