ટુંક સમય પહેલાં જ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કચ્છના પ્રવાસે આવ્યા હતા ત્યારે ત્રણ નવા પોલીસ સ્ટેશનની જાહેરાત કરી હતી. તે પૈકી આજે માધાપર પોલીસ સ્ટેશનનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છ એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનના ગઠનથી પોલીસ બળ પણ વધશે જેથી નાગરીકોની સુરક્ષા માટે વધુ સગવડ આપી શકાશે. પશ્ચિમ કચ્છના ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન અને પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ૨૬ ગામોને આજથી માધાપર પોલીસ સ્ટેશનમાં આવરી લેવાયું છે. ઉલ્લેખનીય છે કે ભુજથી એકદમ અડેલા એવા માધાપર ગામમાં રહેણાંક અને વ્યાવસાયિક અર્થે અનેક લોકો વસ્યા છે. આ ૨૬ ગામોના લોકોને ઓછી હાલાકી પડે તે માટે આ નવા પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરાયું હતું.