Home /News /kutchh /

Kutch: લમ્પી રોગથી પીડાતી ગાયનું તમે પણ ઘરબેઠા આ રીતે કરી શકો છો 'દેશી ઉપચાર'

Kutch: લમ્પી રોગથી પીડાતી ગાયનું તમે પણ ઘરબેઠા આ રીતે કરી શકો છો 'દેશી ઉપચાર'

વિવિધ

વિવિધ દેશી ઉપચારો થકી રોગ પ્રતિકારક શક્તિ તેમજ ડ્રેસિંગ કરી શકાય છે

હાલ કચ્છ ઉપરાંત સમગ્ર રાજ્યમાં લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા પશુપાલકો પોતાના ઘરે જ દેશી ઉપચારો થકી ગાયની સારવાર કરી શકે છે

    Dhairya Gajara, Kutch: કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy Skin Disease) કારણે જિલ્લાભરના માલધારીઓ (Kutch Cattle Herders) ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ચોમાસુ (Kutch Monsoon) શરૂ થતાં વધુ વકરેલા આ રોગે જિલ્લાની અનેક ગાયોને પોતાની ઝપટમાં લીધી છે. પશુપાલન વિભાગ (Animal Husbandry) દ્વારા પણ દૈનિક ધોરણે અંદાજિત 24 હજાર પશુઓને રસી (Cows Vaccination) આપવામાં આવે છે પણ છતાંય આ રોગનો કહેર ઓછો થતો નથી. ત્યારે જિલ્લાના પશુપાલકોએ પણ દેશી ઘરગથ્થુ ઉપચાર (Homemade Remedies) કરવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ પશુપાલન નિયામક તરફથી પણ તકેદારીના ભાગરૂપે અનેક ઉપાયો જણાવાયા હતા.

    પશુપાલન નિયામક મુજબ આ રોગનો કહેર જ્યાં સુધી ઓછો ન થાય ત્યાં સુધી પશુને આઇસોલેટ કરવું જરૂરી છે. પોતાના પશુને અન્ય પશુઓના સંપર્કમાં આવવાથી બચાવવું જોઈએ તેમજ તેમને ચરિયાણ માટે દૂર મૂકવું જોઈએ નહીં. તો સાથે જ પશુને ઠંડી અને વરસાદથી બચાવવાની સલાહ પણ પશુપાલન નિયામક તરફથી આપવામાં આવી હતી. રોગના કારણે શરીર પર ઉપસી આવેલી ગાંઠો ફૂટતા તેની ડ્રેસિંગ કરવી ખૂબ જરૂરી બને છે અને ઝીંક ઓક્સાઈડ પાઉડરને તેલ અથવા પાણીમાં મિક્સ કરી લગાવવાથી જલ્દી રૂઝ આવતું હોવાનું જાણવા મળ્યું હતું.

    કચ્છમાં મોટી માત્રામાં પશુપાલન થતું હોવાથી ગામડે ગામડે હવે માલધારીઓ પણ સતર્ક થયા છે. માલધારીઓ દ્વારા પોતાની ગાયોને પતાસા અને વરિયાળી ખવડાવવાથી તેની હાલતમાં જલ્દી સુધારો આવતો હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. તો આવા દેશી ઉપચારો સાથે પશુપાલકો પોતાની ગાયોને આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓ આપી પીડાથી છુટકારો અપાવવાનો પ્રયાસ કરે છે.

    આ પણ વાંચો:   'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવાની અપીલ સાથે BSF જવાનોએ યોજી ત્રિરંગા સાથે માર્ચ

    લમ્પી રોગનો કહેર વધતા ભુજ શહેરના કોડકી રોડ પર પણ સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયો માટે એક આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. કિશોર વયના બાળકોને લઈને વૃદ્ધો સુધાં અહીં લમ્પીથી પીડાતી ગાયોની સારવાર કરે છે. અહીં ગાયોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગળુ, નગોર અને ગોળનું પાણી આપવામાં આવે છે. તો અતિશય માંદી પડેલી ગાયોને એલોપેથીક દવાઓ સાથે આ દેશી ઉપચાર કરવામાં આવે છે જેમને આ દવા આપતા સારો એવો સુધારો આવતો હોવાનું ગૌ સેવકોએ જણાવ્યું હતું.

    તો સાથે જ શરીર પર ઉપસેલી ગાંઠો ફૂટતા તેમના શરીર પર ફટકડી અને લીમડાના પાણીનું સ્પ્રે કરવામાં આવે છે જેમાં ખૂબ ઓછી માત્રામાં હળદર પણ નાખવામાં આવે છે જેથી શરીર પર રૂઝ આવે છે અને માખીઓ પણ બેસતી નથી. સાથે જ ગૌ સેવકોએ અપીલ કરી હતી કે લોકોના ઘર પાસે પણ જો લમ્પીગ્રસ્ત ગાય હોય તો તેને ગોળ વાળું પાણી આપે જેથી તે પાછી ઊભી થઈ હલન ચલન કરી શકે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Animal husbandry, Cow, Kutch, Lampi Virus

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन