Home /News /kutchh /Kutch: ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ગરબા રમાડે છે આ હરતી-ફરતી ગરબી!

Kutch: ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ગરબા રમાડે છે આ હરતી-ફરતી ગરબી!

દરરોજ

દરરોજ અલગ અલગ વિસ્તારના બાળકોને રમાડવામાં આવે છે ગરબા

ભુજની બે સામાજિક સંસ્થાઓ મળીને ગરીબ બાળકો માટે વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્પીકર અને દાંડિયા લઈ જઈ તેમને ગરબા રમાડે છે

    Dhairya Gajara, Kutch: નવરાત્રી ગુજરાત માટે એક વિશેષ મહત્વનો તહેવાર છે. આ નવ દિવસીય પર્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધ્ધાં ગરબા રમી આ તહેવારની મોજ માણે છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી શેરી ગરબાના ઘટતા વ્યાપ વચ્ચે ઠેર ઠેર કોમર્શિયલ નવરાત્રી આયોજનો ધૂમ મચાવે રહ્યા છે. આ મોંઘીદાટ ગરબીમાં ગરીબ વર્ગના લોકોને જવું પોષાય તેમ નથી. તેવામાં ભુજની એક સંસ્થા દ્વારા હરતી ફરતી ગરબી થકી શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બાળકોને ગરબા અને દાંડિયા રમાડી તેમની સાથે આ પર્વની ઉજવણી કરે છે.

    નવરાત્રી એટલે કે સંગીતના તાલે માં શક્તિની આરાધના કરવાની નવ રાત્રિઓ. છેલ્લા અનેક સમયથી આ ધાર્મિક તહેવારમાં કોમર્શિયલ ગરબી આયોજનોએ પગ પેસારો કર્યો છે. ધાર્મિક તહેવારના કોમર્શિયલ થવા પર સૌથી માઠી અસર ગરીબ વર્ગ પર પડે છે. નવ દિવસ ગરબા રમવા માટે પાંચ હજાર રૂપિયાનો મો ફડતા આયોજનોમાં નવ દિવસમાં પાંચ હજાર પણ ન કમાવતા ગરીબ પરિવારો કોઈ કાળે ન જઈ શકે.

    તેવામાં ભુજની સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ છેલ્લા થોડા વર્ષોથી આવા ગરીબ બાળકો માટે હરતી ફરતી ગરબીનું આયોજન કરી રહ્યા છે. એક ટેમ્પોમાં સ્પીકર, દાંડિયા સહિતની વસ્તુઓ લઈ સંસ્થાના કાર્યકરો દરરોજ શહેરના વિવિધ ગરીબ વિસ્તારોમાં જઈ સાર્વજનિક ચોકમાં બાળકોને ગરબા અને દાંડિયા રમાડે છે. દરરોજ અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અનુકૂળ પડે તે સમયે બાળકોને અગાઉથી જાણ કરી તેમને ભેગા કરવામાં આવે છે.

    આ એક નવતર પહેલ થકી શહેરમાં ઠેર ઠેર ભુંગાઓ અને ઝૂંપડાઓમાં રહેતા બાળકો અને બાલિકાઓ સુંદર રીતે તૈયાર થઈ ગરબાની ફરતે દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. દાતાઓના સહયોગથી બાળકોને ગરબા રમાડ્યા બાદ તેમને અલ્પાહાર કરાવી આવા ગરીબ વર્ગના બાળકોની નવરાત્રી પણ યાદગાર બનાવવામાં આવી રહી છે. તો સાથે જ નવરાત્રિના અંતિમ દિવસે દરેક બાળકોને શૈક્ષણિક સાધનો અને શણગાર કીટ જેવા ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.
    First published:

    Tags: Garba, Kutch, Navratri, Navratri 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन