Home /News /kutchh /

કચ્છ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાના કારણે ટુર પેકેજમાં પણ ઝીંકાયો ભાવ વધારો; જાણો કેટલો મોંઘું થશે તમારૂ પેકેજ

કચ્છ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાના કારણે ટુર પેકેજમાં પણ ઝીંકાયો ભાવ વધારો; જાણો કેટલો મોંઘું થશે તમારૂ પેકેજ

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાવેલ પેકેજમાં પણ ભાવવધારો

આવતા મહિનાઓમાં શાળા અને કોલેજોમાં વેકેશન ચાલુ થશે ત્યારે અનેક લોકો ફરવા જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે, પણ છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થતો હોવાથી પ્રવાસન પેકેજના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.

  કચ્છ: છેલ્લા બે સપ્તાહથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Fuel Price) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવવધારાને કારણે રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. આ દરમિયાન પ્રવાસન માટે જાણીતા થયેલા કચ્છ (Kutch) માં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ (Tours-Travellers)સંચાલકોએ ટ્રાવેલ પેકેજ (Tour Package) ના ભાવમાં પણ વધારો કર્યો છે. આ કારણે વેકેશનમાં કચ્છ આવવા ઈચ્છતા લોકોને ઊંચા ભાડા ચૂકવવાની ફરજ પડશે.

  મે અને જુન મહિનામાં શાળા-કોલેજોમાં રજાઓ હોવાના કારણે લોકો તેમના વેકેશનનું આયોજન થોડા મહિના અગાઉથી જ કરી લે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા\" ની ટેગલાઈન મુજબ, ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સફેદ બરફની ચાદર સમાન લાગતી મીઠાથી ભરેલાસફેદ રણને જોવા દેશ-વિદેશમાંથી લોકો કચ્છમાં આવી રહ્યા છે.

  છેલ્લા બે વર્ષથી, કોરોનાને કારણે પ્રવાસનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પ્રવાસીઓની અછતને કારણે ટુર અને ટ્રાવેલ્સ ઓપરેટરો સિવાય અન્ય ઘણા ધંધાઓને નુકસાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે, કોરોનાના ઓછા નિયંત્રણને કારણે, આ વેપારીઓને સારા વેપારની આશા હતી.પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આ આશા ઠગારી નીવડી છે.

  કચ્છના એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકના જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં આઠ રૂપિયાનો વધારો થયો છે. આ કારણે તેમને ટ્રાવેલ પેકેજની કિંમતમાં પણ વધારો કરવો પડ્યો છે. કચ્છમાં હાલમાં નાના વાહનોનું ભાડું વધારીને પ્રતિ કિલોમીટર રૂ. 12 જ્યારે મોટા વાહનોનું ભાડું રૂ. 16 પ્રતિ લીટર કરવામાં આવ્યું છે. તો સાથે સાથે ટ્રાન્સપોર્ટ, હોટલ સહિતના ટ્રાવેલ પેકેજમાં 12 થી 15 ટકાનો વધારો થયો છે.

  કચ્છના અન્ય એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરે News18 ને જણાવ્યું હતું કે કચ્છમાં ગરમીને કારણે લોકો વેકેશનમાં કચ્છ આવવાનું પસંદ કરતા નથી, પરંતુ જ્યારથી અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણનો પ્રચાર કર્યો છે ત્યારથી ઉનાળામાં પણ ઘણા લોકો આ સ્થળ જોવા માટે અહીં આવી રહ્યા છે.

  તો સફેદ રણ ઉપરાંત લોકો કચ્છના કાળા ડુંગર, માંડવી બીચ, વિજયવિલાસ પેલેસમાં જવાનું પસંદ કરે છે. તો ગયા વર્ષે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યા બાદ લોકો અહીં જવાની પણ ઈચ્છા દર્શાવી રહ્યા છે. તો એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન દ્વારા વિશ્વભરના સ્થળોની યાદીમાં કચ્છના કડિયા ધ્રોનો સમાવેશ કર્યા બાદ પથ્થરો પર બનેલી કુદરતી પેટર્ન પણ લોકોને આનંદ આપે છે.

  આ પણ વાંચો:રાજકોટઃ યુવરાજસિંહની ધરપકડ મામલે કરણીસેના મેદાનમાં, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

  તો સાથે જ અન્ય એક સંચાલકે જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં લોકો ઠંડા વિસ્તારોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. કચ્છના લોકો પણ હાલમાં ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, મનાલી અને લદ્દાખ જેવા સ્થળો માટે બુકિંગ કરાવી રહ્યા છે. તો સાથે જ વિદેશ જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. મે અને જૂનના વેકેશનમાં લોકો ઠંડા દેશો સિવાય દુબઈ જેવા દેશોમાં પણ બુકિંગ કરાવતા હોય છે, જે પ્રમાણમાં સસ્તા હોય છે.

  તો સાથે સાથે આ સંચાલકોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે પેકેજમાં વધારાને કારણે ઉનાળાની સિઝનમાં આવનારા લોકોની સંખ્યા પણ ઓછી થશે. એપ્રિલ મહિનામાં સૌથી વધુ બુકિંગ થાય છે, આવી સ્થિતિમાં આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે વેપારીઓને પણ અનિચ્છાએ ભાવ વધારવો પડ્યો છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, Kutch tourism, કચ્છ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन