Home /News /kutchh /Kutch: ઓનલાઇન ટ્રાંઝીટ પાસના કારણે દેશનો સૌથી મોટો ટિંબર ઉદ્યોગ મુશ્કેલીમાં

Kutch: ઓનલાઇન ટ્રાંઝીટ પાસના કારણે દેશનો સૌથી મોટો ટિંબર ઉદ્યોગ મુશ્કેલીમાં

ટિંબરની 400 જેટલી ટ્રકો કંડલામાં ફસાઈ

ટ્રાંઝીટ પાસ મેળવવાની ઓફ્લાઈન સિસ્ટમ અચાનક બંધ થતાં કંડલા મધ્યે આવેલી દેશનો સૌથી મોટો ટીંબર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

    Dhairya Gajara, Kutch: કચ્છના કંડલામાં એશિયાનું સૌથી મોટો ટિંબર ઉદ્યોગ આવેલો છે જેને હાલ અચાનક જ મોટી આફત આવી પડી છે. ઑક્ટોબર મહિનાથી વન વિભાગ પાસેથી અનિવાર્ય થયેલા ટ્રાંઝીટ પાસ મેળવવા જરૂરી બન્યા છે ત્યારે પ્રથમ જ દિવસે અનેક અરજીઓ આવી પડતાં ટિંબરથી ભરેલી 400 જેટલી ટ્રકો હાલ કંડલામાં અટવાઈ ગઈ છે. આ કારણે ટિંબર ઉદ્યોગ પર આફત આવી પડી છે અને ધંધાર્થીઓને કરોડોનો નુકસાન જાય તેવી શક્યતા છે.

    પૂર્વ કચ્છના ગાંધીધામ પાસે આવેલા કંડલાનો ટિંબર ઉદ્યોગ એશિયાનો સૌથી મોટો છે. તો દેશનું 70 ટકા ટિંબર કંડલા પોર્ટ પરથી જ આયાત કરવામાં આવે છે. રેગ્યુલર આયાત વચ્ચે આ ઉદ્યોગ અચાનક ઠપ્પ થઈ ગયું છે. એક બાજુ રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની વાતો કરે છે તો બીજી તરફ સ્થાનિક અધિકારીઓ દ્વારા જાણી જોઈને કનગડત કરવામાં આવતું હોવાનું વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.

    વિદેશથી કંડલા પોર્ટ પર આયાત કરવામાં આવતું ટિંબર લઈ જવા માટે સ્થાનિક વન વિભાગ પાસેથી ટ્રાંઝીટ પાસ મેળવવાના હોય છે, જે અત્યાર સુધી સ્થાનિકે જ મેળવવામાં આવતા હતા. જો કે, 1 ઓકટોબરથી આ ઓફ્લાઈન સિસ્ટમ બંધ કરી ઓનલાઇન ટ્રાંઝીટ પાસ મેળવવાનું અનિવાર્ય થયું હતું. કોઈ સૂચના વગર ઓફ્લાઈન સિસ્ટમ બંધ થતાં વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પુર્વ કચ્છની અંજાર રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે વેપારીઓએ ઓનલાઈન એપ્લિકેશન આપ્યા બાદ માત્ર 70 થી 75 જેટલા ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થયા છે. જ્યારે કે 350 જેટલી અરજીઓ હજુ પણ બાકી રહી છે, જેના પરિણામે એશિયા નો સૌથી મોટો ટિમ્બર ટ્રેડ મુશ્કેલીમાં મુકાયો છે.

    આ કારણે હાલ 400 જેટલા ટિમ્બર લોડેડ ટ્રકોના પૈડા માત્ર આ કારણોસર થંભી ગયા છે અને ટિમ્બર ઉદ્યોગને કરોડો રૂપિયાનો નુકસાન થઈ રહ્યું છે. કંડલા ટિમ્બર એસોસિયેશનના જણાવ્યા અનુસાર રાજ્યના વન વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ટિમ્બર ઉદ્યોગને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે, પરંતુ અંજારની રેન્જ ફોરેસ્ટ કચેરીએ ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે કોઈ પણ સગવડ કરી નથી. પાસ ઇસ્યુ કરવા માટે કમ્પ્યુટરની સુવિધા પણ નથી અને મોબાઈલ વડે ઓનલાઈન પાસ ઇસ્યુ થઈ રહ્યા છે, જે કારણે અનેક પાસની અરજી પેંડિંગ છે.

    વેપારીઓના જણાવ્યા મુજબ ઓફ્લાઈન પ્રક્રિયામાં ટ્રાંઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ રૂ. 20 ફી લેવાતી હતી, પરંતુ તેની બદલે હવે રૂ. 280 લેવામાં આવી રહ્યા છે. ટિમ્બર સો મિલના વન ટાઇમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે પણ રૂ. 20 હજાર જેટલી રકમ લેવાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन