Home /News /kutchh /Kutch: શ્રી કૃષ્ણએ સાક્ષાત ઢોલ વગાડ્યો હતો ત્યાં હજારો લોકોએ ગરબા ઘૂમી જન્માષ્ટમી ઉજવી

Kutch: શ્રી કૃષ્ણએ સાક્ષાત ઢોલ વગાડ્યો હતો ત્યાં હજારો લોકોએ ગરબા ઘૂમી જન્માષ્ટમી ઉજવી

X
હજારો

હજારો લોકોએ જન્માષ્ટમીના ગરબા ઘૂમી ઉજવણી કરી

લોકવાયકા મુજબ પાંચ સો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ સ્વયમ ઢોલીનો સ્વરૂપ લઈ ઢોલ વગાડતા 140 આહીર મહિલાઓ મંત્રમુગ્ધ થઈ ગરબા ઘુક્તે ઘુંત્ર સતીએ ચડી હતી

    Dhairya Gajara, Kutch: કચ્છનો વાગડ વિસ્તારના એ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર છે. વાગડના વૃજવાણી ધામની (Vrajvani Dham) વાત કરીએ તો કહેવાય છે કે અહીં 500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) સ્વયમ ઢોલીનું રૂપ લઈને ઢોલ વગાડ્યો હતો. પરમાત્માના ઢોલના તાલમાં મશગુલ થયેલી 140 આહીરાણીઓ કૃષ્ણ ભગવાનની પાછળ સતીએ (Shree Krushna Sati) ચડી હતી. રાપર તાલુકાના આ ઐતિહાસિક વૃજવાણી ધામ (Vrajvani Temple) ખાતે આજે ઢોલના તાલે ગરબા ઘૂમી ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની (Janmashtami 2022) ઉજવણી કરવામાં આવી હતી.

    લોકવાયકા મુજબ વૃન્દાવનનો અધુરો રાસ ભગવાન શ્રી કૃષ્ણએ વૃજવાણી ગામે ઢોલી બનીને પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા એટલે કચ્છના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં આવેલું વ્રજવાણી મુકામે આવેલ વ્રજધામ મંદિર. આ કથા પરથી તાજેતરમાં જ ગુજરાતી ચલચિત્ર હેલારો બનાવવામાં આવી હતી.

    વૃજવાણીધામ મંદિરે દર વર્ષે વૈશાખ સુદ ચોથના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે અને દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મટકીફોડ અને રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીના રોજ વ્રજધામ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો. આ દિવસે વ્રજધામ માં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

    આજના દિવસે સવારે બાર કલાકે વ્રજધામ મંદિરના પૂજારી શ્રી રામદાસ બાપુ તથા સંતો મહંતો તથા આહીર સમાજના આગેવાનો તથા સૌ ધર્મપ્રેમી લોકોએ મટકીફોડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વ્રજધામ મંદિરે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલજીભાઈ આહીર, બાબુભાઈ આહીર, લક્ષ્મીબેન આહીર તથા પ્રભુભાઈ આહીર સહિત આહીર સમાજના અન્ય કલાકારોએ રમઝટ બોલાવી હતી.

    આ પણ વાંચો:  પુનડી ખાતે પર્વાધિરાજ પર્વ નિમિતે આરંભાઈ ભવ્ય તૈયારીઓ; લાખો લોકો લાઈવ નિહાળશે

    ઐતિહાસિક એવા વૃજવાણી ધામ મંદિરે આજના દિવસે અંદાજે પાંચથી છ હજાર ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો હતો. તો જે સ્થળ પર એક સમયે શ્રી કૃષ્ણએ સાક્ષાત ઢોલ વગાડી મહિલાઓને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યાં હજારો લોકોએ આજે રાસ ગરબામાં જોડાઈ કૃષ્ણભક્તિમાં લીન થયા હતા.
    First published:

    Tags: East Kutch, Kutch, Kutch news, Saurashtra Kutch, West Kutch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन