Home /News /kutchh /

Kutch: ભુજમાં એક રંગમાં આવેલા યુવાનોએ જય પરશુરામના નાદ સાથે વાતાવરણ ભગવામય બનાવ્યું

Kutch: ભુજમાં એક રંગમાં આવેલા યુવાનોએ જય પરશુરામના નાદ સાથે વાતાવરણ ભગવામય બનાવ્યું

હજારો

હજારો લોકો એક જ રંગના વસ્ત્રોમાં શોભાયાત્રામાં જોડાયા હતા

ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં હજારો લોકો એક જ રંગના વસ્ત્રોમાં આવી ભવ્ય ઉજવણી કરી હતી

    Kutch: મંગળવારે અખાત્રીજના (Akshay Trutiya) દિવસે સમગ્ર ભારતમાં ભગવાન પરશુરામની જન્મજયંતી (Parshuram Jayanti) ધામધૂમથી ઉજવાઈ હતી ત્યારે કચ્છના મુખ્યમથક ભુજ ખાતે પણ હર વર્ષની જેમ ભવ્ય શોભાયાત્રા (Parshuram Jayanti Rally) દ્વારા આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે રેલીમાં એક રંગ અને એક સંગના ઉદ્દેશ્ય સાથે હજાર જેટલા યુવાનો એક જ રંગના કપડામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા, તો કેદારનાથની (Kedarnath) માટીથી બનેલું શિવલિંગ આ શોભાયાત્રાનો મુખ્ય આકર્ષણ બન્યું હતું.

    ભગવાન પરશુરામની જન્મજયંતી સમગ્ર ભારતમાં અખાત્રીજના દિવસે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મોટે ભાગે બ્રહ્મ સમાજ દ્વારા અને સમગ્ર હિન્દુ ધર્મમાં પૂજાતા ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા અને સાથે જ ચિરંજીવી પણ હતા. તો ભગવાન પરશુરામના જન્મોત્સવને હર વર્ષે ભુજમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને હર વર્ષે વિશાળ શોભાયાત્રા દ્વારા લોકો આ પ્રસંગની ઉજવણી કરે છે.

    છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ શોભાયાત્રાનું આયોજન થયું ન હતું પણ આ વર્ષે કોરોનાની કહેર ઓછી હોતાં, ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે ગૌ પૂજા અને હવન બાદ સાંજે 4.30 વાગ્યે ભુજ શહેરના મહાદેવ ગેટ પાસે પરશુરામ ચોકથી ભવ્ય શોભાયાત્રાનું પ્રારંભ થયું હતું. ઠેર ઠેર લગાવાયેલ ભાગવા રંગની ઝંડી અને શોભાયાત્રાને શુભેચ્છા આપતા પોસ્ટર વચ્ચે એક જ રંગના ભેગા થયેલા યુવાનોના જાય પરશુરામના નાદથી સમગ્ર વાતાવરણ ભગવામય બન્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગની સુવિધા, જાણો ક્યાં ઊભું કરાયું સ્ટેશન

    આ વર્ષે શોભાયાત્રામાં બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક હજાર જેટલા યુવાનો એક રંગ અને એક સંગમાં જોવા મળ્યા હતા. શોભાયાત્રામાં ભાગ લેનારા બ્રહ્મ સમાજના એક હજાર જેટલા યુવાનોએ પીળા રંગના કુર્તા ધારણ કરી એકતા દર્શાવી હતી.

    તો બીજી તરફ આ શોભાયાત્રામાં ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની માટી વડે બનાવાયેલું શિવલિંગ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું. હિમાલયની ગોદમાં બિરાજેલા પવિત્ર કેદારનાથ મહાદેવના મંદિરની માટીથી બનેલું શિવલિંગ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

    આ પણ વાંચો: રાજકોટ : મોડી રાતે પોલીસ સ્ટેશન પાસે બે જૂથ વચ્ચે શસ્ત્રો સાથે થઇ મારામારી, CCTV માં કેદ

    તો બ્રહ્મ સમાજની બાલિકાઓ અને યુવતીઓ દ્વારા આ પ્રસંગે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જ્યુબિલિ સર્કલ પર ટ્રાફિકને અને કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસની સૂચનાથી ફક્ત ભગવા ઝંડા સાથેનું નૃત્ય કરી શક્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन