Home /News /kutchh /

Kutch: આ આગેવાને લમ્પીગ્રસ્ત ગાયોને દફનાવવા માટે દાનમાં આપી કરોડોની જમીન; જાણો કોણ છે આ આગેવાન

Kutch: આ આગેવાને લમ્પીગ્રસ્ત ગાયોને દફનાવવા માટે દાનમાં આપી કરોડોની જમીન; જાણો કોણ છે આ આગેવાન

વાયરસ

વાયરસ વધુ ન ફેલાય તે માટે યોગ્ય દફનવિધિ કરવા જમીન આપી

કચ્છના રતનાલ ગામે ગૌચર જમીન પર દબાણ થતાં ગામના સરપંચના પતિએ પોતાની કરોડો રૂપિયાની બે એકર જમીન દાન આપી

    Dhairya Gajara, Kutch: કચ્છમાં લમ્પી રોગે (Lumpy Skin Disease) મચાવેલા હાહાકારની સાચી પરિસ્થિતિ ગ્રામીણ વિસ્તારોમાં જ જોવા મળે છે. મોટાભાગે ગામડાઓમાં રહીને પશુપાલન કરતા માલધારીઓએ (Kutch Cattle Herders) પોતાની અનેક ગાયો આ રોગના કારણે ગુમાવી છે. અનેક વિસ્તારોમાં એટલી ગાયોની મોત થઈ ગઈ છે કે ગાયોને દફનાવવા જમીન ઓછી પડી રહી છે. તેવામાં પૂર્વ કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામના (Ratnal Village) એક આગેવાને પોતાની માલિકીની બે એકર જમીન લમ્પી રોગથી મરણ જનાર ગૌવંશની દફનવિધિ માટે દાન (Land for cremation) આપી છે.

    કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝે સર્વત્ર હાહાકાર મચાવ્યો છે. સરકારી આંકડા મુજબ જિલ્લામાં 38 હજારથી વધારે પશુઓ આ રોગથી અસરગ્રસ્ત થયા છે તો 1700થી વધારે ગાયોના મોત આ રોગના કારણે નિપજ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા સર્વે ગામડાઓ માટે પરિપત્ર જાહેર કરી મૃત ગાયોનું યોગ્ય નિકાલ કરવા સૂચન અપાયા હતા. છતાં પણ તે બાદ અનેક વિસ્તારોમાં ગાયોના મૃતદેહના ખડકલા જોવા મળ્યા હતા તો અનેક જગ્યાએ પરિપત્ર મુજબ મીઠો નાખ્યા વગર જ દફનવિધિ કરાઈ રહી હતી.

    આ પણ વાંચો:   Kutch: શિવાલયો ફરી પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપી રહ્યા છે આ સાઇકલિસ્ટ

    પૂર્વ કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામ ખાતે ગાયોને દાટવા જમીન ન હોય સરપંચના પતિ દ્વારા આગળ આવી પોતાની માલિકીની બે એકર જમીન દફનવિધિ કરવા અપાઈ છે. ગામના લોકો દ્વારા ગાયોના યોગ્ય નિકાલ માટે જમીન ન હોવાની વાત મૂકવામાં આવી ત્યારે ત્રિકમભાઈ વરચંદ દ્વારા અંજાર-રતનાલ હાઇવે માર્ગ પર કબીર મંદિરની બાજુમાં રોડની એકદમ નજીક આવેલી પોતાની કરોડો રૂપિયાની જમીન આગળ ધરી તેમાં ગાયોની યોગ્ય અને પરંપરાગત રીતે અંતિમવિધિ કરવા જણાવ્યું હતું. તો ગામના અન્ય સેવાભાવી લોકોએ પણ આ પહેલમાં જોડાઈ સ્વખર્ચે મીઠાની ગાડી મંગાવી ગાયોની દફનવિધિ શરૂ કરી હતી.

    ગ્રામજનો જણાવે છે કે ગામમાં 1250 એકર ગૌચર જમીન આવેલી છે પરંતુ તેના પર કબજો થઈ જતાં ગામ પાસે જમીન બચી નથી. અનેક મોટા માથાઓ દ્વારા જમીન પચાવી તેના પર ગેરકાયદેસર રીતે ખેતી અથવા અન્ય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેથી ગાયોના ચરિયાણ માટે તો મુશ્કેલીઓ પડે જ છે પરંતુ આવા કપરા કાળમાં મોટી માત્રામાં ગાયોના મોત થઈ રહી છે ત્યારે તેમને દાટવા પણ જમીન બચી નથી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Cow, Kutch district, Kutch news, Kutch Samachar, Lampi Virus

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन