Home /News /kutchh /Kutch: મેકરણ દાદાની આ ભવિષ્યવાણી સાચી પડી; 400 વર્ષથી સતત વહેતા 'પ્રગટ પાણી'માં થઈ રહી છે આવી અસર

Kutch: મેકરણ દાદાની આ ભવિષ્યવાણી સાચી પડી; 400 વર્ષથી સતત વહેતા 'પ્રગટ પાણી'માં થઈ રહી છે આવી અસર

X
મેકરણ

મેકરણ દાદાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે !

કચ્છમાં પ્રગટ પાણી નામની જગ્યા આવેલી છે. જ્યાં મેકરણ દાદાએ ત્રિશૂળ મારીને પાણી કાઢ્યું હોવાની લોકવાયકા છે. પરંતુ નાના નાના ચાર વીરડામાં વહેતું પાણી હવે સમાપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેના અંગે પણ મેકરણ દાદાએ ભવિષ્યવાણી કરી હોવાનું કહેવાય છે.

વધુ જુઓ ...
કચ્છ : કચ્છી લોકોના મોઢે અવારનવાર સાંભળવા મળતી વાત મેકરણ દાદા તો રણમાં પણ પાણી પીવડાવે પાછળનો કારણ છે કચ્છના સંત મેકરણ દાદાનો જીવન. પોતાનો સમગ્ર જીવન લોકસેવા અને રણમાં તરસ્યાને પાણી પીવડાવતા મેકરણ દાદાની સેવાભાવનાનો પ્રતીક છે આ પ્રગટ પાણી સ્થાન, જ્યાં છેલ્લા 400 વર્ષથી સતત મીઠું પાણી વહે છે અને હજાર લોકો અને પશુઓ તે પાણી પીવે છે.

ત્રિશૂળ મારીને કાઢ્યું હતું પાણી

ભુજ તાલુકાના કુનરિયા ગામે આવેલા આ પ્રગટ પાણી સ્થાન પર આજથી 400 વર્ષ પહેલાં મેકરણ દાદાએ તરસ્યાને પાણી પીવડાવવા જમીનમાં ત્રિશૂળ મારી પાણી પ્રગટ કર્યું હોવાનું કહેવાય છે. છેલ્લા 400 વર્ષથી આ સ્થાન પર ચાર નાના નાના વીરડામાં સતત પાણી વહ્યા કરે છે, પરંતુ હવે આ પાણી લાંબુ સમય વહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા નથી. પ્રગટ પાણી સ્થાન પર છેલ્લા 400 વર્ષથી વહેતા મીઠા પાણીના વહેણ હવે બંધ થઈ રહ્યા છે જે કારણે ચારમાંથી ત્રણ વીરડા સુકાઈ ગયા છે અને હાલ એક જ વીરડામાં નામશેષ પાણી બચ્યું છે.

 Saint Mekaran Dada's prophecy about water is coming true.

17મી સદીમાં કચ્છમાં સંત થઈ ગયેલા મેકરણ દાદાએ માત્ર 12 વર્ષની વયે સન્યાસ લીધો હતો અને ત્યારબાદ પોતાનો સમગ્ર જીવન લોકસેવામાં વિતાવ્યો હતો. પોતાના ગુરુઓની આજ્ઞાથી મેકરણ દાદાએ કચ્છના રણમાંથી પસાર થતા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું. કચ્છના રણ વિસ્તારમાં મેકરણ દાદા પોતાના ગધેડા લાલિયા પર પાણી અને ખાવાનું લઈ મોતિયા નામના પોતાના કૂતરાની મદદથી વટેમાર્ગુઓને શોધી તેમને પાણી પીવડાવી રસ્તો દેખાડતા હતા.

કહેવાય છે કે સિંધના શાહ કલંદર એક વખત મેકરણ દાદાને મળવા કચ્છ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને તરસ લાગતા મેકરણ દાદાને યાદ કર્યા હતા. મેકરણ દાદાએ ત્યાં આવી જમીનમાં ત્રિશૂળ મારી પાણી પ્રગટ કર્યો હતો અને તરસ્યાને પાણી પીવડાવ્યો હતો. તે સમયથી આ સ્થાનને પ્રગટ પાણી તરીકે ઓળખવામાં આવે છે અને 400 વર્ષથી આ સ્થળ પર મીઠું પાણી નીકળે છે.

 Saint Mekaran Dada's prophecy about water is coming true.

વીરડામાં વહેતું પાણી હવે બંઘ થઈ રહ્યું છે

પરેશાનીની વાત તો એ છે કે 400 વર્ષથી પ્રગટ પાણી સ્થાનના ચાર વીરડામાં આવતું પાણી હવે બંધ થઈ રહ્યો છે. મંદિર અંદર આવેલા એક વીરડા સિવાય બાકીના ત્રણ વીરડા હવે સુકાઈ ગયા છે તો મંદિર અંદરના વીરડામાં પણ હવે માત્ર દર્શન કરવા માટે નામશેષ પાણી બચ્યું છે. આસપાસના ગામના લોકો અને તેમનો ઢોર પણ સદીઓથી આ પાણી પીવે છે. 1998માં કચ્છમાં આવેલા વાવાઝોડા અને 2001ના ભૂકંપ સમયે પણ લાંબા સમય સુધી લોકો પ્રગટ પાણી પર નિર્ભર રહ્યા હતા પરંતુ હવે આ પાણી સમાપ્ત થઈ રહ્યું છે.

 Saint Mekaran Dada's prophecy about water is coming true.

મંદિરના મહંત વાલજી દાદાના જણાવ્યા મુજબ મેકરણ દાદાએ જમીનમાંથી પાણી પ્રગટ કરતા સમયે ભવિષ્યવાણી કરી હતી કે આજે અહીં પાણી નથી માટે આ પાણી સૌ પીવે પરંતુ એક દિવસ અહીં નર્મદાનો પાણી પહોંચશે. આસપાસના ગામના અનેક લોકોનું કહેવું છે કે જ્યારથી આસપાસના ગામોને પીવાના પાણી માટે નર્મદાની પાઇપલાઇન પહોંચી છે ત્યારથી આ પાણી ઓછું થવાનું શરૂ થયું છે તો અનેક લોકોનું કહેવું છે કે આસપાસની વાડીઓમાં બોરની સંખ્યા વધી જતાં હવે પાણી ઊંડા ઉતરી ગયા છે.

મંદિરના ટ્રસ્ટી વિરમ આહિરે કહ્યું હતું કે, "જ્યારથી ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે ત્યારથી આ પાણી ઓછું થઈ રહ્યું છે. બીજી તરફ એ પણ સત્ય છે કે આસપાસની વાડીઓમાં બોર વધી ગયા છે જે કારણે પાણી કદાચ ઊંડું ઉતરી ગયું હોય. આ પાછળનું ચોક્કસ કારણ તો હવે મેકરણ દાદા જ જાણે!"
First published:

Tags: Bhuj News, Kutch news, Local 18