સમાન્ય રીતે સોશિયલ મીડિયાનો સમય પસાર કરવા વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે માંડવીનાં યુવાનોએ ફેસબુક પેજ બનાવ્યું છે. તેના માધ્યમથી અન્ય લોકોને જોડી દર રવિવારી દરિયા કિનારાની સફાઇ કરે છે.
સમાન્ય રીતે સોશિયલ મીડિયાનો સમય પસાર કરવા વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે માંડવીનાં યુવાનોએ ફેસબુક પેજ બનાવ્યું છે. તેના માધ્યમથી અન્ય લોકોને જોડી દર રવિવારી દરિયા કિનારાની સફાઇ કરે છે.
Dhairya Gajara, Kutch: સોશિયલ મીડિયાના વપરાશ થકી સારા કાર્યો કરવાનો ઉત્કૃષ્ટ નમૂનો માંડવીના યુવાનો છેલ્લા થોડા વર્ષોથી દર્શાવી રહ્યા છે. પર્યાવરણના જતન પ્રત્યે જાગૃકતા લાવવા શરૂ થયેલો એક સોશિયલ મીડિયા ગૃપ આજે 123 સપ્તાહથી નિયમિતપણે દર રવિવારે કચ્છના સૌથી રમણીય સ્થળ એવા માંડવીના વિંડફાર્મ બીચની સફાઈ કરે છે. ફેસબુક પેજ મારફતે લોકોને પર્યાવરણના રક્ષણ મુદ્દે જાગૃત કરતા કરતા આ યુવાનો આજે સ્વખર્ચે માંડવી બીચની સફાઈ કરે છે અને હજારો કિલો કચરો દરિયામાં વહી જવાથી બચાવ્યો છે. વર્ષે લાખો લોકો કચ્છના રમણીય માંડવી બીચની મુલાકાત લેતા હોય છે. લાખો લોકોની મુલાકાત દરમિયાન જાત જાતનો કચરો પણ બીચ પર જમા થાય છે. દરિયાઈ જીવસૃષ્ટિને ઘણો નુકસાન પહોંચાડે છે. આવી જ બાબતો મુદ્દે લોકોને જાગૃત કરવા માંડવી શહેરના ધાર્મિક ભટ્ટ અને યશેષ શાહ દ્વારા શરૂ કરાયેલા ફેસબુક પેજને અન્ય યુવાનો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
અંદાજિત પાંચ વર્ષ પહેલાં આ નવયુવાનોએ માંડવીના દરિયાકિનારાની દુર્દશા જોઈ તેને સાફ રાખવાનો વચન લીધો અને બસ તે સમયથી જ માંડવી શહેરના જાગૃત યુવાનો દર રવિવારે વહેલી સવારે જ બીચની સફાઈ કરવા પહોંચી જાય છે. આજે ન માત્ર માંડવી પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાંથી યુવાનો રવિવારની ક્લીન-અપ ડ્રાઇવમાં જોડાવવા ખાસ માંડવી આવે છે.
ફક્ત માંડવીનો વિંડફાર્મ બીચ જ નહીં પરંતુ માંડવી શહેરની આસપાસ આવેલા અનેક બીચની સફાઈ આ યુવાનો સમયાંતરે કરતા આવે છે. દરિયાકિનારે ઉપરાંત માંડવીના પ્રખ્યાત ટોપણસર તળાવની સફાઈ પણ આ યુવાનો કરે છે. થોડા સમય અગાઉ આ તળાવમાં અનેક માછલીઓના મોત થવાના શરૂ થતાં આ યુવાનોએ ખાસ ફ્લોટિંગ આઇલેન્ડ તૈયાર કરી તળાવમાં મૂક્યા હતા. આ ફ્લોટિંગ આઇલેન્ડ પાણીમાં ઑક્સિજનની માત્રામાં વધારો કરી પાણીને શુદ્ધ કરે છે જેથી તળાવની માછલીઓ એક સ્વચ્છ વાતાવરણમાં જીવી શકે.