Home /News /kutchh /Kutch: ગરમ કપડાં કાઢી રાખજો, ગુજરાતના કાશ્મીરમાં હાડથીજવતી ઠંડી શરૂ!

Kutch: ગરમ કપડાં કાઢી રાખજો, ગુજરાતના કાશ્મીરમાં હાડથીજવતી ઠંડી શરૂ!

નલિયામાં હાથ થીજાવતી ઠંડીની શરૂઆત

આ વર્ષે ગુજરાતમાં ઠંડી મોડી શરૂ થઈ છે ત્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે કચ્છના સૌથી ઠંડા મથક નલિયાનું તાપમાન સિંગલ ડીજીટમાં પહોંચ્યું હતું

  Dhairya Gajara, Kutch: સામાન્યપણે નમવેમ્બર મહિનાથી જ કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ઠંડી થોડી મોડી શરૂ થતાં ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીના ચમકારા અનુભવાયા છે. તો ઠંડીની શરૂઆત સાથે કચ્છ સાથે જ ગુજરાતનો સૌથી ઠંડો મથક નલિયા સિંગલ ડીજીટ ટેમ્પરેચરમાં ઉતરી ગયો છે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરી મહિનામાં આ તાપમાન ખૂબ નીચો જશે તેવા એંધાણ દર્શાય છે.

  સામાન્યપણે નવેમ્બર મહિનામાં જ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું મોડું પડતાં ઠંડી પણ મોડી શરૂ થઈ હતી. જો કે, છેલ્લા થોડા દિવસોથી રાત ઉપરાંત દિવસ દરમિયાન પણ વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. તો હર વર્ષની જેમ આ વર્ષે ફરી ઠંડીની શરૂઆત સાથે જ ગુજરાતનું કાશ્મીર એવું કચ્છનું નલિયા સિંગલ ડીજીટ તાપમાનમાં પહોંચ્યું છે.

  હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયું હતું તો વડોદરામાં સૌથી વધુ 20.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું ન્યૂનતમ તાપમાન 17.8 ડિગ્રી રહ્યું હતું, દમણમાં 20.2, ભાવનગરમાં 18, ડીસામાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી તો સુરતમાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયો હતો.

  કચ્છ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે ન્યૂનતમ તાપમાન 13.6 ડિગ્રી થયું હતું, તો કંડલામાં 15.1 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહમાં ઠંડી વધવાના કોઈ અણસાર દેખાતા નથી. ભુજ, કંડલા અને નલિયા સહિત જિલ્લામાં એક સપ્તાહમાં ન્યૂનતમ તાપમાન એક ડિગ્રી સુધી ઉપર નીચે જઈ શકે છે.
  First published:

  Tags: Kutch, Local 18, Winter

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन