Home /News /kutchh /Kutch: કચ્છના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર જાણવા સર્વે હાથ ધરાશે

Kutch: કચ્છના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર જાણવા સર્વે હાથ ધરાશે

પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી બાદ બાળકોમાં શિક્ષણનું સ્તર જાણવા ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા કચ્છની 300 શાળાઓમાં સર્વે હાથ ધરાશે.

    Dhairya Gajara, Kutch: કોરોના મહામારીના કારણે લગભગ બે વર્ષ સુધી દેશભરની શાળાઓ બંધ થઈ હતી અને શિક્ષણને ઓનલાઇન ખસેડવું પડ્યું હતું. નાની ઉંમરના બાળકો પર ભણતર પ્રક્રિયામાં આ મોટા બદલાવના કારણે અનેક આડ અસરો પડી છે. તેવામાં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરની પરિસ્થિતિ જાણવા સર્વે હાથ ધરાશે, જે માટે કચ્છની અનેક શાળાઓને પસંદ કરવામાં આવી છે.


    કચ્છ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે લેકચરર તરીકે ફરજ બજાવતા રક્ષાબેન ઉપાધ્યાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સર્વેમાં ધોરણ ચાર, છ અને સાત ધોરણનો સમાવેશ કરવામાં આવશે. કચ્છના દરેક તાલુકા દીઠ આ ત્રણ ધોરણની 10-10 એમ 30 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ સર્વે માટે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે પરિણામ મેળવાશે. કચ્છના શૈક્ષણિક તંત્ર દ્વારા આ સર્વે મારફત કોરોનાકાળ બાદ કચ્છના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.


    વધુ માહિતી આપતા રક્ષાબેને જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જિલ્લામાં ધોરણ ચાર, છ અને સાતની પસંદ કરેલી શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે યોજવામાં આવશે. જીસીઈઆરટી દ્વારા આ સર્વે માટે હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ સંભવિત દિવાળી વેકેશન ખુલ્યા બાદ સર્વે હાથ ધરાય તેવું જણાવવામાં આવ્યું હતું.


    આ સર્વ માટે જીસીઈઆરટી દ્વારા રેન્ડમ સેમ્પલીંગ મેથડ દ્વારા શાળાઓની પસંદગી કરવામાં આવી છે, જેથી એક જ શાળાના એક કરતા વધુ ધોરણ પણ પસંદ થયા હોય તેવું શકય બનશે. જીસીઈઆરટી દ્વારા વર્ષ 2018-19 માં ફેબ્રુઆરી મહિનામાં પહેલો ગુજરાત એચિવમેન્ટ સર્વે યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાઓના વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી હતી.


    કચ્છની 10 તાલુકાઓની 300 શાળાઓમાં આ સર્વે હાથ ધરવામાં આવશે અને આ સર્વેમાં લેવામાં આવતી કસોટીનું પ્રશ્નપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી જ આવશે, જે ગુજરાતી ભાષામાં જ હોય છે. તો જે ધોરણમાં જે વિષયો અભ્યાસમાં આવતા હોય છે તે જ વિષયો અંગેના પ્રશ્નો સર્વેમાં પૂછવામાં આવશે અને પરિણામ પરથી વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.
    First published:

    Tags: Kutch, શિક્ષણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन