ભુજ: તાલુકાના ઢોરી ગામની સરકારી હાઇસ્કૂલ ખાતે ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન યોજાયું હતું. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો ગુરુવારથી કચ્છના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ અંતર્ગત કચ્છની વિવિધ સરકારી શાળાઓમાં અંતરિક્ષ પ્રદર્શન અને માર્ગદર્શન યોજવામાં આવશે. આજે ઢોરી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને ઈસરોની સ્પેસ ઓન વ્હીલ બસમાં લાવેલા અંતરિક્ષ સાધનોના નમૂના દેખાડવા તેમજ તે વિશે સમજૂતી આપવામાં આવી હતી.