Home /News /kutchh /Kutch: સ્મૃતિ વનની ડિઝાઇન બનશે ભવિષ્યના મ્યુઝિયમ માટે પ્રેરણાસ્ત્રોત

Kutch: સ્મૃતિ વનની ડિઝાઇન બનશે ભવિષ્યના મ્યુઝિયમ માટે પ્રેરણાસ્ત્રોત

X
દેશ

દેશ વિદેશથી લોકોએ એકઝીબિશનમાં ભાગ લીધું

સ્મૃતિ વનની ડિઝાઇન વડે વર્ણવવામાં આવતી સ્ટોરી વિશ્વ સમક્ષ મૂકવા મ્યુઝિયમ ખાતે ડિઝાઇન ફેક્ટરી ઇન્ડીયા દ્વારા ત્રી-દિવસીય એકઝીબિશનનું આયોજન કરાયું

    Dhairya Gajara, Kutch: 2001ના એ વિનાશકારી ભૂકંપની કરુણ કહાની વર્ણવતો સ્મૃતિ વન ભારતનો એકમાત્ર ભૂકંપ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ માત્ર એ ઘટનાના કારણે મહત્વપૂર્ણ નથી પરંતુ તેના બાંધકામ વડે દર્શાવવામાં આવતી વાર્તાઓ થકી ડિઝાઈનિંગનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ડિઝાઇનિંગની કળાને ઉજવવા અને તેને દેશ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા સ્મૃતિ વનની ડિઝાઇનિંગ કરનાર ડિઝાઇન ફેક્ટરી ઇન્ડીયા દ્વારા ડી સ્ટરીઝ નામે ત્રી-દિવસીય એકઝીબિશન યોજવામાં આવ્યું છે. ભારત તેમજ અન્ય દેશોથી આવેલા ડેલીગેટ્સ આ માટે સ્મૃતિ વનની મુલાકાતે પહોંચ્યા છે અને ભવિષ્યમાં બનનારા મ્યુઝિયમ માટે સ્મૃતિ વનની ડિઝાઇન અને તેની સ્ટોરીઝ પ્રેરણારૂપ બનશે.

    2001ના એ કાળમુખા દિવસની યાદમાં બનેલો સ્મૃતિ વન મેમોરિયલ ખુલ્લો મુકાયો તેને છ મહિના પૂરા થયા છે. હાલમાં જ રણોત્સવ દરમિયાન કચ્છની પ્રવાસન સીઝન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ત્યારે આ મ્યુઝિયમના વિશેષ બાંધકામ અંદર ભૂકંપ સમયની એક એક ઘટનાને વર્ણવતા અનન્ય શિલ્પો અને કૃતિઓને જાણકાર લોકો નિહાળે અને સમજે તે માટે ડિઝાઇન ફેક્ટરી ઇન્ડીયા દ્વારા આ ત્રી દિવસીય ડી-સ્ટોરીઝ 'મ્યુઝિયમ બિઈનાલે\"નું આયોજન કરવામાં આવ્યું હતું.



    આ ત્રી દિવસીય એકઝીબિશનમાં ભાગ લેવા દેશ વિદેશથી વક્તાઓ, સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ, ખ્યાતનામ મ્યુઝિયમ ડાયરેક્ટર અને ક્યુરેટર, યુનિવર્સિટી ડાયરેક્ટર્સ, ડેલીગેટ્સ તેમજ આર્કિટેક્ચર અને ડીઝાઇનિંગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો મ્યુઝિયમમાં અગત્યનો ભાગ ભજવતા સ્ટોરી ટેલર્સ અને ઓડિયો વિડિયો ટેકનોલોજીની વિવિધ કંપનીઓ પણ હાજર રહી હતી. પોતાની અદભુત ડિઝાઇન અને સ્ટોરી ટેલિંગ થકી આ સ્મૃતિ વન મેમોરિયલ ભવિષ્યમાં બનનારા દરેક મ્યુઝિયમ માટે એક પ્રેરણાસ્ત્રોત બનશે.
    First published:

    Tags: Kutch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો