Home /News /kutchh /Kutch: કચ્છી મશરૂમ મટાડશે કેન્સર, વૈજ્ઞાનિકોને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ તત્વ મળ્યું!

Kutch: કચ્છી મશરૂમ મટાડશે કેન્સર, વૈજ્ઞાનિકોને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ તત્વ મળ્યું!

X
મશરૂમમાં

મશરૂમમાં મળેલું એસ્ટેટાઈન અનસ્ટેબલ હોવાની બદલે સ્ટેબલ છે

મશરૂમમાં ગુણકારી પદાર્થો શોધવા શરૂ કરાયેલ સંશોધનમાં વૈજ્ઞાનિકોને ખૂબ જ દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ એસ્ટેટાઈન મળી આવ્યું હતું

    Dhairya Gajara, Kutch: કચ્છમાં વર્ષ 2017થી મશરૂમની ખેતી શરૂ થઈ છે ત્યારે આ કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું છે જે કેન્સરના સારવારમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા મશરૂમમાં ગુણકારી પદાર્થ શોધવા માટેના સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કેન્સરના સારવાર માટે રેડીયેશન થેરેપીમાં આ એસ્ટેટાઈન એક મહત્વનું ભાગ ભજવી શકે છે.

    2017માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) દ્વારા કચ્છના સૂકા વાતાવરણમાં મશરૂમની ખેતી શરૂ કરી એક નવી ક્રાંતિ સર્જી હતી. પિંક ઑયસ્ટર મશરૂમ બાદ ગાઈડ દ્વારા લેબમાં ઉગતા મેડીસીનલ મશરૂમની એક પ્રજાતિ કોર્ડીસેપ્સનું પણ સફળ વાવેતર કર્યું હતું. આ મશરૂમમાં મળી આવતા ગુણકારી પદાર્થો જાણવા ગાઈડ દ્વારા પિંક ઑયસ્ટર મશરૂમ પર સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે સંશોધન માટે જરૂરી સાધનોના અભાવના કારણે કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને આ મશરૂમના સેમ્પલ આપવામાં આવ્યા હતા.



    યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને આ સેમ્પલમાં મોટી માત્રામાં સોડિયમ, કલોરાઇડ જેવા પદાર્થો સાથે 12 ટકા એસ્ટેટાઈન પણ મળી આવ્યું હતું. આ એસ્ટેટાઈન એક એવું દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે કે એક અંદાજ મુજબ સમગ્ર પૃથ્વી પર માત્ર 25 ગ્રામ એસ્ટેટાઈન હજાર છે. હાઇલી અનસ્ટેબલ ગણાતા આ પદાર્થની વયમર્યાદા મહત્તમ આઠ કલાક છે અને તે કારણે જ આજ સુધી તેના પર વધારે સંશોધન થઈ શક્યા નથી. કેન્સરની સારવાર માટે વપરાતી કીમોથેરેપીના સાઈડ ઇફેક્ટ્સના કારણે મેડિકલ સાયન્સ હવે રેડિયેશન ઠેરેપી તરફ વળી રહી છે જેમાં આ રેડિયોએક્ટિવ પદાર્થ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

    આ પણ વાંચો,...PAN Cardમાં એડ્રેસ બદલવું એટલે ડાબા હાથનો ખેલ, બસ ફૉલો કરો આ પાંચ ઓનલાઈન સ્ટેપ્સ

    જો કે, આ એસ્ટેટાઈન મશરૂમમાં ક્યાંથી આવ્યું છે તે મુદ્દે હજુ સંશોધકો માથું ખંજવાળી રહ્યા છે. નવાઈની વાત એ છે કે કચ્છના મશરૂમમાંથી મળેલું એસ્ટેટાઈન ખૂબ જ સ્ટેબલ છે અને એક સપ્તાહ બાદ પણ તે મશરૂમના સેમ્પલમા હજાર છે. આ દિશામાં વધુ સંશોધન થતાં ન માત્ર કેન્સરના સારવાર પરંતુ આવા દુર્લભ પદાર્થના કૃત્રિમ ઉત્પાદન પાછળ કામ કરતા વૈજ્ઞાનિકોને પણ મોટી સફળતા મળી શકે છે.
    First published:

    Tags: Cancer, Kutch, Local 18