Home /News /kutchh /

Kutch: રિક્ષા ચાલકના પુત્રએ સરકારી શાળામાં ભણી 91 ટકા મેળવ્યા, ત્રણ ચોપડી ભણેલી માતા ‘માર્ગદર્શક’

Kutch: રિક્ષા ચાલકના પુત્રએ સરકારી શાળામાં ભણી 91 ટકા મેળવ્યા, ત્રણ ચોપડી ભણેલી માતા ‘માર્ગદર્શક’

સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ 10માં 91 ટકા મેળવ્યા

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે રહેતા રહુફ આગરીયાએ ધોરણ 10 માં 91 ટકા મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું અને પોતાની સિદ્ધિ બદલ પોતાના માતાને શ્રેય આપ્યો હતો.

    Dhairya Gajara, Kutch: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Board) દ્વારા ગત માર્ચ અને એપ્રિલ મહિના દરમ્યાન લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું (GSEB Class 12 Result) પરિણામ આજે શિક્ષણ બોર્ડ (Gujarat State Board) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છભરમાંથી કુલ 52 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ (Class 12 A1 Grade) મેળવી પોતાની મહેનતને સાર્થક કરી છે. તો કચ્છના મુન્દ્રા (Mundra Kutch) તાલુકાના એક નાનકડા ગામના એક રિક્ષા ચાલકના પુત્રએ 91 ટકા મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું.

    રસ્તો નહીં મળે તો રસ્તો મારી જવાના થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના. મુન્દ્રાના નાનકડા ઝરપર ગામના રહુફ આગરિયાએ આ પંક્તિને સાર્થક કરી દેખાડી છે. ઝરપર ગામની જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરી રહુફે ધોરણ 10 ની પરીક્ષામાં 600 માંથી 550 ગુણ મેળવી 91.67 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યું છે.

    રહુફના પરિવારમાં તેના માતા પિતા ઉપરાંત એક નાનો ભાઈ છે અને એક મોટી બહેન છે. નાનો ભાઈ પણ હજુ શાળામાં ભણે છે જ્યારે કે મોટી બહેન નીટ પરીક્ષાની તૈયારી કરે છે. રહુફના પિતા અશરફ આગરિયા વ્યવસાયે એક રિક્ષા ચાલક છે અને મુન્દ્રા તાલુકામાં જ રિક્ષા ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. એક મધ્યમ વર્ગના પરિવારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં પહેલી હરોળમાં પોતાનું સ્થાન બનાવતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો હતો.

    આ પણ વાંચો: ભુજથી બેલગામ વાયા અમદાવાદ ફ્લાઇટ શરૂ થઈ, ગોવા જતા લોકોને થશે ફાયદો

    તો સાથે જ રહૂફે News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિવાર અને શિક્ષકોનો તો સહકાર હતો જ પણ તેમના ઘરે તેમના માતાએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રહુફે કહ્યું હતું કે તેમના માતા તો માત્ર ત્રણ ચોપડી જ ભણ્યા છે પણ એક ગૃહિણી હોવા ઉપરાંત સિલાઇકામ કરી ઘરનું ભરણ પોષણ કરતા તેમના માતાને અભ્યાસની કિંમત ખબર હોતા પોતાના બાળકોને ભણવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.

    આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં એકમાત્ર અનોખું મહાદેવ મંદિર જે ઓખળાય છે કાચબા મંદિર તરીકે

    પોતાની આ સિદ્ધિ બદલ રહુફે પણ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ એકથી આઠ ધોરણ સુધી ધ્રબ ગામની સરકારી શાળામાં ભણ્યા પણ ત્યાં આઠ ધોરણ સુધીની જ શાળા હોયતેમને નવમા ધોરણમાં ઝરપરા ગામની શાળામાં દાખલો લેવો પડ્યો હતો. નવમા ધોરણમાં કોરોનાના કારણે બધું ઓનલાઇન હતું પણ દસમામાં શાળાનું ભણતર કેવું હશે તે મુદ્દે રહુફ અસમંજસમાં હતા. \"પણ નવી શાળામાં શિક્ષકોના સારા માર્ગદર્શન હેઠળ રોજે રોજ ઘરે અભ્યાસ કરતો. અને પરીક્ષા સમયે માત્ર રીવિઝન જ બાકી રહે તે રીતે અભ્યાસ કરતો,\" તેવું રહુફે જણાવ્યું હતું. રહુફે જણાવ્યું હતું કે આ બાદ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી આગળ JEEની તૈયારી કરી આઇ.આઇ.ટી.માં પ્રવેશ મેળવવું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, SSC RESULT, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन