Home /News /kutchh /

Kutch : કચ્છમાં 58 વર્ષોથી અવિરત કાર્યરત છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર, શીખવવામાં આવે છે 18 અધ્યાય

Kutch : કચ્છમાં 58 વર્ષોથી અવિરત કાર્યરત છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર, શીખવવામાં આવે છે 18 અધ્યાય

18

18 અધ્યાય કંઠસ્થ કરે તેને આપવામાં આવે છે પુરસ્કાર

માંડવી ખાતે છેલ્લાં 58 વર્ષોથી કાર્યરત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રની (Gita Centre) કે જ્યાં આજે પણ કોઈપણ પ્રકારના જાતિભેદ વિના શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખવવામાં આવે છે. 

  Dhairya Gajara, Kutch : શ્રીમદ્ ભગવદ્ ગીતાના (Shrimad Bhagvad Gita) મૂલ્યો સિદ્ધાંતો અને મહત્વને તમામ ધર્મના લોકો સારી રીતે સ્વીકારે છે. ત્યારે ગુજરાત સરકારે (Gujarat Government) હાલમાં જ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ હોય તે રીતે ધોરણ 6 થી ધોરણ 12 ના શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે આપણે વાત કરીશું માંડવી ખાતે છેલ્લાં 58 વર્ષોથી કાર્યરત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રની (Gita Centre) કે જ્યાં આજે પણ કોઈપણ પ્રકારના જાતિભેદ વિના શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય શીખવવામાં આવે છે.

  કચ્છના માંડવી ખાતે શ્રી પ્રેમજી રામદાસ સપટ સુસ્મરણાર્થે ઝવેરભાઈ પ્રેમજી સપટ ટ્રસ્ટ સંચાલિત શ્રીમદ્ ભગવદ્ગીતાધ્યયન કેન્દ્રની સ્થાપના વર્ષ 1964માં થયેલી છે. આરંભમાં દરરોજ એક કલાક બાળકોને ગીતાના મૂળ શ્લોકો શીખવી આધ્યાત્મિક પ્રગતિ તરફ ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એમાં પ્રગતિ કરી ગીતા અધ્યયન માટેનો અભ્યાસક્રમ નક્કી કરી પ્રારંભિક, પ્રથમ, દ્વિતીય, તૃતીય, પરિચય (ભાગ-1) પરિચય (ભાગ-2) પરિચય (ભાગ-3)એમ 7 વર્ગોની યોજનાથી આખી ગીતા મૂળ કંઠસ્થ કરાવવામાં આવી રહી છે.

  શ્રીમદ્ ભગવદ્ગીતાધ્યયન કેન્દ્ર પર અત્યંત સુંદર રીતે કોઈપણ પ્રકારના જાતિભેદ વિના ભગવદ્ ગીતાના 700 શ્લોક તેમજ સંસ્કૃત વ્યાકરણ પાણીની ઋષિની પદ્ધતિથી શીખવવામાં આવે છે. ગીતાના મૂળ તત્વોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોએ અહીં ગીતાજીના પાઠ માટેનો અભ્યાસ કર્યો છે. તો જે કોઈ પણ વ્યક્તિ 18 અધ્યાય કંઠસ્થ કરે છે તેને અહીં પુરસ્કાર પણ આપવામાં આવે છે.

  આ શ્રીમદ્ ભગવદ્ ગીતાઅધ્યયન કેન્દ્રનું મુખ્ય ધ્યેય મનુષ્ય જીવનને ઉચ્ચ સ્તરે લાવી પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે ધર્મ, અર્થ,કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. ગીતાએ મોક્ષ સ્મૃતિ ઉપનિષદ છે. આ 50 વર્ષના ગાળામાં આ કેન્દ્ર પર ગીતા અધ્યાય ના અભ્યાસક્રમમાં પણ વિકાસ કરવામાં આવ્યો છે અને હાલમાં નીચે પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

  અહીં કેન્દ્ર પર પૂર્ણ સમયના સાધકો માટે દરેકને માસિક રૂ. 3500 થી 6200 સુધીનો પુરસ્કાર અપાય છે અને ખંડ સમયના સાધકોને પ્રોત્સાહન વૃતિ માસિક રૂ. 30 થી લઈને 720 સુધી આપવામાં આવે છે. અધ્યયનમાં ખાસ રસ લઈ પ્રગતિ કરનાર સાધકોને ક્રમશઃ સમગ્ર ગીતા મૂળ કંઠસ્થ કરનારને 700 રૂપિયા પારિતોષિક અપાય છે.

  આ પણ વાંચોVadodara world record : વડોદરાના મિતે ચાઈનાનો રેકોર્ડ તોડ્યો, જુઓ શું કર્યું કારનામુ?

  જે કોઈપણ ઈચ્છુકોને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠોનું અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેઓને માત્ર ગુજરાતી લિપિમાં લખેલું કે છાપેલું વાંચી શકે અને ગુજરાતી ભાષા સમજી બોલી શકે એવી કોઈ પણ વ્યક્તિ આ કેન્દ્ર પર પ્રવેશ મેળવી શકે છે. સાધકો પાસેથી કોઈપણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી ઉચ્ચ વર્ગમાં પોતાને વાપરવા માટેની લેખિની માત્ર પોતાના ખર્ચે લેવાની હોય છે તે સિવાય દરેક વર્ગના પુસ્તકો વગેરે જરૂરી વસ્તુઓ અહીં કેન્દ્ર પર નિઃશુલ્ક આપવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन