Home /News /kutchh /Kutch: હમીરસર તળાવને લઇને શું વિવાદ થયો, સેલ્ફી પોઇન્ટ બનવાથી શું નુકશાન થશે?

Kutch: હમીરસર તળાવને લઇને શું વિવાદ થયો, સેલ્ફી પોઇન્ટ બનવાથી શું નુકશાન થશે?

X
24

24 કૂવાની આવનું પાણી બંધ થશે તેવો ભય

તળાવની આવ પર સેલ્ફી પોઈન્ટનો જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા વિરોધ કરાય બાદ ભુજ નગરપાલિકા દ્વારા સેલ્ફી પોઇન્ટની કામગીરી બંધ કરવામાં આવી છે

    Dhairya Gajara, Kutch: ભુજના હૃદય સમા હમીરસર તળાવ પાસે ફરી એક નવું આકર્ષણ ઊભું કરી શહેરીજનો તેમજ પ્રવાસીઓને લાગણીના એક તાંતણે બાંધવા આઇ લવ ભુજ સેલ્ફી પોઇન્ટ બનાવવાનું પ્રોજેક્ટ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, આ સેલ્ફી પોઇન્ટ હમીરસર તળાવની આવ પર બનતું હોવાથી તળાવની આવ અવરોધાશે અને પાણી તળાવ સુધી નહીં પહોંચે તેવા મુદ્દાઓ સાથે ભુજની જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

    પાણીથી ભરેલો તળાવ જોઈને સૌની આંખોને ટાઢક વળે છે. ત્યારે ભુજનો હમીરસર તળાવ માત્ર આંખોને નહીં પરંતુ ભુજવાસીઓના મનને પણ ટાઢક આપે છે. પરંતુ આ તળાવમાં આવતું પાણી હવે ઘટી જશે તેવો ભય શહેરના અમુક જાગૃત નાગરિકોને સતાવી રહ્યો છે. ભુજની જ એક જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી મુજબ ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવની આવ પર બનાવવામાં આવી રહેલો સેલ્ફી પોઇન્ટ પાણીની આવને અવરોધશે અને તેનાથી પાણીનો વહેણ પર્યાપ્ત માત્રામાં થઈ શકશે નહીં.



    ભુજ શહેરના જળ પ્રેમી નાગરિકો દ્વારા સાથે મળી એક જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા ભુજ શહેર તેમજ તેની આસપાસ આવેલા જળ સ્ત્રોતોની જાળવણી થાય અને તે સરકારી ચોપડે જળ સ્ત્રોત તરીકે લેખાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં સમિતિ દ્વારા ભુજ શહેરના સીમાડામાં આવેલા ઉમાસર તળાવને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જળ સ્ત્રોત તરીકે નોંધાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.



    અગાઉ ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવના બ્યુટીફિકેશન માટે તળાવની અંદર કરવામાં આવી રહેલા બાંધકામ વિરુદ્ધ સમિતિ દ્વારા હાઇકોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા તળાવ અને તેના આસપાસ બાંધકામ ન કરવા હુકમ કર્યો હતો. સમિતિ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે તળાવની આવ પર સેલ્ફી પોઇન્ટ બનાવી નગરપાલિકા હાઇકોર્ટના હુકમનો ભંગ કરી રહી છે. જો કે, તેની સામે નગરપાલિકા પ્રમુખે આ આક્ષેપોને ફગાવી કહ્યું હતું કે આ પ્રોજેક્ટ થકી તળાવની આવમાં કોઈ ફેરફાર થવાનું નથી.

    First published:

    Tags: Hamirsar lake, Kutch, Local 18