Home /News /kutchh /Kutch: આ ભાઇ એવા બળદગાડા બનાવે કે બેસવાનું મન થાય, તમે પણ જુઓ વીડિયો

Kutch: આ ભાઇ એવા બળદગાડા બનાવે કે બેસવાનું મન થાય, તમે પણ જુઓ વીડિયો

X
નિવૃત્તિ

નિવૃત્તિ બાદ હવે ચલાવે છે આ નવતર પહેલ

કચ્છના સુથાર નિવૃત થઇને બળદગાડાને અલગ જ રૂપ આપી રહ્યાં છે. આ સુથાર પાસે લોકો જુના બળદગાડા લઇને આવે છે અને તેમાંથી ઝૂલા બનાવી આપે છે. 

Dhairya Gajara, Kutch: બળદ ગાડા આજે ભાગ્યે જ જોવા મળે છે.પરંતુ આ ગાડાને અલગ જ પ્રકારે જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.બળદગાડાએ પ્રાચીન સમયમાં પરિવહનનું એકમાત્ર સાધન હતું અને તેમાં પણ કચ્છ જેવા ગ્રામીણ પ્રદેશમાં બળદગાડાનું મહત્વ અનેકગણો વધી જાય. જો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે બળદગાડા ગામડાઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે કચ્છના આ સુથાર પોતાની નિવૃત્તિમાં બળદગાડાને જીવંત રાખવા અને તેનો મહત્વ લોકોને સમજાવવા જૂના ગાડામાંથી ઝૂલા બનાવી એક નવતર અભિયાન ચલાવે છે. કચ્છના અંજાર તાલુકાના રતનાલમાં રહેતા ગોપાલ સુથાર પોતાના વડીલોનું પારંપરિક સુથારી કામ કરે છે. તેમના વડીલોએ પોતાના સમયમાં અનેક બળદગાડા બનાવી તે સમયમાં લોકોને પરિવહન માટે સગવડો પૂરી પાડી હતી. જો કે હવે આ બળદગાડાનું વપરાશ નહિવત થઇ ગયું હોય ગોપાલભાઈને ઈચ્છા થઈ કે આ બળદગાડાને એવું સ્વરૂપ આપવું કે તે લોકોના મનમાંથી વિસરાય નહીં અને લોકો તેનો ઉપયોગ પણ ચાલુ રાખે.

વર્ષો સુધી ગાડા ટકી રહેતા હતા

ઉલ્લેખનીય છે કે વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્યામાં આ લાકડાના કામ સાથે જોડાયેલા હતા. તે સમયમાં આ લોકો દ્વારા બનાવાતા લાકડાના બળદગાડા પણ એક વિશેષ પ્રકારની કારીગરી હતી. ખાસ સાદ અને સીસમના લાકડામાંથી બનાવવામાં આવતા આ ગાડા ખૂબ મજબૂત હોવાના કારણે દાયકાઓ અને સદીઓ સુધી ટકી રહે છે અને આજે પણ આ ગાડા ગામડાઓમાં વપરાશમાં ન હોય તોય ક્યાંક ક્યાંક લોકોના ઘરોમાં જોવા મળી રહે છે.

ગોપાલભાઇએ બળદગાડાને નવું જ રૂપ આપ્યું

આ પ્રાચીન ગાડાઓને લોકો ફરી વપરાશમાં લે અને તેના પર બેસી કારીગરોની કળાને યાદ કરે તે માટે ગોપાલભાઈએ તેમાંથી ઝૂલા બનાવવાનું શરૂ કર્યું. એક વખત બળદ ગાડામાંથી ઝૂલો બનાવ્યો એટલે પછી લોકો સામેથી ગોપાલભાઈ પાસે વપરાશમાં ન લેવાતાં હોય તેવા પોતાના જૂના ગાડા લાઈ આવવા લાગ્યા. ગોપાલભાઈ ગ્રાહકની માંગ અને ગાડાના પ્રકાર મુજબ ઝૂલો બનાવી બળદગાડાને એક નવો જ રૂપ આપે છે.

જુદાજુદા પ્રકારનાં ગાડામાંથી જુદાજુદા ઝૂલા બને

ગોપાલભાઈએ જણાવ્યું હતું કે,કચ્છમાં ગાડા પણ અલગ અલગ પ્રકારના ચાલતા હતા. કચ્છના પ્રવેશદ્વાર વાગડ વિસ્તારમાં ચૌદ ફૂટિયો ગાડુ વપરાતુ, કચ્છમાં પોણીયું ગાડું ચાલતું તો બીજી તરફ કુત્વના કાંઠાળ પટ્ટમાં રેંકડી ગાડું ચાલતા હતા. આ વિવિધ પ્રકારના ગાડમાંથી ઝૂલા પણ અલગ અલગ પ્રકારના બને છે. કોઈક ગાડામાંથી ઘરમાં અંદર રાખવા જેવો નાનો ઝૂલો બને છે, તો બીજા ગાડાઓના આગળ અને પાછળના ભાગનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના ગાડા બનાવવામાં આવે છે.
First published: