Home /News /kutchh /Kutch: નવરાત્રી સ્પેશ્યલ, મધૂર ધ્વનિ ઉત્પન્ન કરતાં ડાંડિયા કેવી રીતે તૈયાર થાય છે, જુઓ વીડિયો

Kutch: નવરાત્રી સ્પેશ્યલ, મધૂર ધ્વનિ ઉત્પન્ન કરતાં ડાંડિયા કેવી રીતે તૈયાર થાય છે, જુઓ વીડિયો

દાંડિયાની

દાંડિયાની એક જોડી બનાવતા દોઢ કલાક લાગે છે

કચ્છમાં લાખ કામ વડે બનતા દાંડિયા રંગબેરંગી તો હોય જ છે પરંતુ બાવળના લાકડાથી બનતા હોવાના કારણે મજબૂત અને સુંદર ધ્વનિ ઉત્પન્ન કરે છે

    Dhairya Gajara, Kutch:  નવરાત્રી આવે એટલે ગરબા રસિકો સંગીતના તાલે દાંડિયા રમવા ઉત્સુક બને છે. તેમાં પણ અમુક લોકો ખાસ નવરાત્રી શરૂ થાય તે પહેલાં રંગબેરંગી દાંડિયાની ખરીદી કરવા નીકળે છે. ત્યારે કચ્છી કારીગરોના રંગબેરંગી દાંડિયા પણ દેશભરમાં લોકોના પ્રિય છે. મૂળ પાકિસ્તાનના સિંઘ અને કચ્છમાંથી ઉદ્ભવેલી લેકર્ડ વુડ આર્ટ કળા વડે કારીગરો દાંડિયા બનાવી તેના પર લાખના રંગો પૂરી આકર્ષક ડિઝાઇન બનાવી ખેલૈયાઓની નવરાત્રીમાં પણ રંગ ભરે છે.


    મૂળ પાકિસ્તાનની એવી આ લેકર્ડ વુડ આર્ટ કળા વાઢા સમુદાયના લોકોની પારંપરિક હસ્તકળા છે. વાઢા સમુદાયના લોકો સિંઘ અને કચ્છમાં રહીને આ કળાનું કામ કરતા અને ભારત પાકિસ્તાનના વિભાજન બાદ મોટા ભાગના કારીગરો કચ્છના નિરોણા આવીને વસ્યા છે અને અહીં કળાને વિકસાવી છે. આમ તો આ હસ્તકળા વડે રસોડાનાં વાસણો અને સુશોભન ઘરગથ્થુ વસ્તુઓ બને છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કારીગરોએ આ કળા વડે દાંડિયા બનાવવાની પણ શરૂઆત કરી છે.


    કારીગરો લાકડાને ઇચ્છિત આકારમાં કોતરીને શરૂ કરે છે, અને પછી તેના પર રંગીન પેટર્ન બનાવવા માટે લાકડા પર લાખથી બનેલા રંગો પુરે છે. લાખને ગરમ કરી તેમાં પ્રાકૃતિક રંગો ઉમેરી તેને ઠંડુ કરતા આ રંગ તૈયાર થાય છે. આ કળાની સૌથી રસપ્રદ વાત તેના રંગોમાં છુપાયેલી છે. લાખના રંગોને લાકડા પર ઘસી તેના પર રંગો ઉતારવામાં આવે છે. તો વળી તેના પર ડિઝાઇન કરવા માટે રંગેલા ભાગને જ ઘસી તેને ગરમ કરતા લાખ લાકડા પર પીગળવા લાગે છે અને કારીગર પોતાની આંગળીઓના ટેરવે તેને અવનવી ડિઝાઇનમાં ઢાળે છે. પાણીના લહેર જેવી લાગતી આ ડિઝાઇનને સ્થાનિક ભાષામાં લોર કહેવામાં આવે છે.


    નિરોણાના દાંડિયાની એક ખાસિયત એ પણ છે કે તેને કચ્છમાં ઠેર ઠેર જોવા મળતા ગાંડા બાવળના થડમાંથી બનાવવામાં આવે છે. સામાન્યપણે મળી આવતા અન્ય લાકડા કરતા અનેકગણો મજનું બાવળનો લાકડી દાંડિયાને મજબૂત બનાવે છે, જેથી દાંડિયા રમતી વેળાએ તે જલ્દી તૂટે નહીં. તો વળી કારીગરો કહે છે કે બાવળના લાકડાથી બનેલા દાંડિયા એકબીજાને પછડાય ત્યારે સુંદર ધ્વનિ ઉત્પન્ન કરે છે, જે દાંડિયા રમતી વેળાએ એક અનેરો જ માહોલ ઉભો કરે છે.
    First published:

    विज्ञापन
    विज्ञापन