કચ્છઃ આજે પોલીસના સી.આઇ.ડી. (CID police) વિભાગ દ્વારા સરહદ ડેરી સાથે કૌભાંડ (Scandal with Sarahad Dairy) રચવાના મુદ્દે ત્રણ ઇસમોની ધરપકડ કરાઈ હતી. ગુનાની વિગત આ પ્રમાણે છે કે વર્ષ 2018માં છ માસ સુધી મોટા કરોડીયા દૂધ ઉત્પાદક મંડળીના સંચાલક દ્વારા દૂધ શીત કેન્દ્ર પહોંચાડવાની બદલે બારોબાર વહેંચી નાખતું હતું. ડેરી દ્વારા ઇન્સ્પેકશન દરમ્યાન ખબર પડી હતી કે 6 મહિનાથી આ રીતે દૂધ પહોંચાડવાની બદલે આંકડા ફરાવી રોજના 300થી 400 લીટર દૂધ વચ્ચેથી જ ખાઈ જવાતું હતું.