Home /News /kutchh /

Kutch: હજુ પાણી ઓસર્યા નથી ને કચ્છવાસીઓ માટે વધુ એક ભયની પોકાર, સેવાઇ રહી છે ભીતી

Kutch: હજુ પાણી ઓસર્યા નથી ને કચ્છવાસીઓ માટે વધુ એક ભયની પોકાર, સેવાઇ રહી છે ભીતી

રોગચાળો

રોગચાળો વધતા હોસ્પિટલ ઓપીડીમાં દર્દીઓ વધ્યા

કચ્છમાં વરસાદ શરૂ થતાં જ ઋતુજન્ય રોગમાં ઠેર ઠેર વધારો નોંધાયો છે તો આસપાસ ભરાયેલ પાણીનો નિકાલ કરવો પણ જરૂરી બન્યું છે.

    Dhairya Gajara, Kutch: કચ્છમાં અષાઢ મહિનાની (Ashadh Month) શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Kutch Rainfall) મારી છે. તો વરસાદની સાથે જ પાણીજન્ય રોગો (Viral Flu) પણ ઠેર ઠેર ફાટી નીકળ્યા છે. જિલ્લાના દરેક તાલુકાઓમાં ઝાડા ઉલ્ટી અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તો હજુ વરસાદના 15 દિવસ બાદ જ  મેલેરિયાના કેસ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

    કચ્છમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદની પણ શરૂઆત થઈ હતી. મેઘરાજાએ જિલ્લાભરમાં મહેર વરસાવતા પશ્ચિમ કચ્છના દરેક તાલુકાઓમાં સીઝનના 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. તો વરસાદ શરૂ થતાં જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણી દૂષિત થતાં લોકોને શારીરિક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

    જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાભરમાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. પાણીની લાઇનોમાં ભંગાણ થતાં તેમજ રસ્તાનું પાણી મિશ્રિત થતાં પાણી દૂષિત થતું હોય છે જે કારણે પાણીના કારણે અનેક બિમારીઓ નોંતરે છે. તો ઋતુજન્ય રોગમાં શરદી ઉધરસ અને તાવના કેસો પણ વધ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ વધતાં વાયરલ ફ્લૂના કેસ વધ્યા છે જે કારણે લોકો સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા રોગથી બીમાર થઈ રહ્યા છે.

    તો આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે લોકોને પાણીને ઉકાળીને પીવું જરૂરી છે. ડહોળું પાણી પીવાથી બીમાર પડવાની શક્યતાઓ વધારે છે એટલે પાણીને પીવા પહેલા તેની શુદ્ધતા ચકાસવી જરૂરી બને છે. તો ઋતુજન્ય રોગોથી બચવા માસ્ક પહેરવાની સૂચના પણ આપવામાં આવી છે જે હવાથી ફેલાતા ફ્લૂ જેવા રોગ તેમજ કોરોના બંનેથી રક્ષણ આપશે.

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે હજુ સુધી પાણીજન્ય કે ઋતુજન્ય રોગોમાં મોટો વધારો નોંધાયો નથી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા જેવા રોગોનું એલીમીનેશન કરવા પ્રયાસો જારી છે તે કારણે હર વર્ષે આ મોસમમાં નોંધાતા હજારો કેસની સામે આ વર્ષે કેસ ખૂબ ઓછા છે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

    તો બીજી તરફ હાલમાં જ વરસાદ પડ્યું હોતાં 15 દિવસોમાં મેલેરિયાના કેસ પણ વધવાની શક્યતા ઉભી થઈ છે. વરસાદનું પાણી ઠેકઠેકાણે ભરાયા બાદ તેમાં મચ્છર ઈંડા મૂકતા વરસાદના 15 દિવસ બાદ મેલેરિયાના કેસોમાં વધારો નોંધાયો હોય છે. આ કારણે આવતા 15 દિવસ લોકોને કાળજી રાખવી ખૂબ જરૂરી છે તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Heavy rain, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन