Home /News /kutchh /Kutch: આ જિલ્લામાં અચાનક એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનની સંખ્યા વધી ગઇ, શું છે કારણ

Kutch: આ જિલ્લામાં અચાનક એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનની સંખ્યા વધી ગઇ, શું છે કારણ

X
કચ્છમાં

કચ્છમાં ફરીએકવાર પ્રવાસીઓનો ઘસારો વધવા લાગ્યો

ગત 26 ઓકટોબરના રણોત્સવ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કુલ 26 ચાર્ટર્ડ પ્લેન ભુજ એરપોર્ટ પર લેન્ડ થયા છે.

    Dhairya Gajara, Kutch: રણોત્સવ શરૂ થાય એટલે કચ્છનો વેરાન રણ તો ધમધમી જ ઉઠે છે પણ તેની સાથે જ જિલ્લાના મુખ્યમથક ભુજનો એરપોર્ટ પણ ધમધમી ઊઠે છે. તેમાં પણ આ વર્ષે તો રણોત્સવ સાથે વિધાનસભા ચૂંટણી પણ હોતાં, ભુજ એરપોર્ટ માટે નામવેમ્બર મહિનો ખૂબ વ્યસ્ત રહ્યો હતો. સામાન્યપણે સુસ્ત રહેતા ભુજ એરપોર્ટ પર સમગ્ર નવમેબાર તેમજ ઓકટોબરના અંતમાં ચાર્ટર્ડ પ્લેનનો ધમધમાટ રહ્યો હતો. અને નવાઈની વાત તો એ છે કે આ ચાર્ટર્ડ પ્લેન માત્ર ચૂંટણી નહીં પરંતુ રણોત્સવ માટે આવતા પ્રવાસીઓ દ્વાર પણ લાવવામાં આવ્યા હતા.

    ભુજથી મુંબઈને જોડતી જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ થયા બાદ ભુજ એરપોર્ટ એકદમ શાંત પડી ગયો હતો. જો કે, ત્યારબાદ એક-બે કંપનીઓએ આ રૂટ પર ફ્લાઇટ શરૂ કરી હતી પરંતુ લાંબો સમય કાર્યરત ન રહી. જો કે, હાલ લાંબા સમયથી એલયન્સ એર દ્વારા આ રૂટ ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં સપ્તાહના ચાર દિવસ જ ફ્લાઇટ ઉડાન ભરતી હતી. તો રણોત્સવના કારણે પ્રવાસીઓનો ધસારો જોતા ગત 20 તારીખથી તેને પણ દૈનિક કરવામાં આવ્યો હતો. તો સમર શેડ્યુલમાં ભુજથી અમદાવાદને જોડતી ફ્લાઇટ પણ સ્ટાર એર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

    કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી રણોત્સવમાં પણ પ્રવાસીઓનો ધસારો ઓછો રહ્યો હતો તો આ વખતે કોરોનાનો કહેર હલવો હોવા ઉપરાંત કોઈ પ્રતિબંધ પણ ન હોતાં પ્રવાસીઓ મોટી માત્રામાં કચ્છી આવી રહ્યા છે. 26 ઓકટોબરથી શરૂ થયેલા રણોત્સવ બાદ ભુજ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તેવું ભુજ એરપોર્ટના ટર્મિનલ મેનેજરે જણાવ્યું હતું.

    ઑક્ટોબર 26 થી 31 દરમિયાન 4 ચાર્ટર્ડ પ્લેન ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા તો સમગ્ર નવેમ્બર મહિનામાં કુલ 22 ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થયા હતા તેમજ પરત ઉડાન ભરી હતી. ટર્મિનલ મેનેજર જ્યોતિ સિંઘે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના કારણે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકોની આવ-જાવ પણ વધી હતી અને આ 22 ફ્લાઇટમાંથી આઠ ફ્લાઇટ સ્ટાર પ્રચારકોની હતી. તો અન્ય પ્રવાસીઓમાં પણ મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ અને મુંબઈથી જે ચાર્ટર્ડ પ્લેન આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોમાં ચાર્ટર્ડ પ્લેનનો વપરાશ કરનારો વર્ગ વધ્યો છે અને વિવિધ ફ્લાઇટ ઓપરેટર કંપની આ વર્ગ માટે સ્પેશ્યલ ચાર્ટર્ડ વિમાન પણ ઉડાડે છે. ગ્રાહકોની જરૂર મુજબ ઓપરેટર કંપની દ્વારા એર ટ્રાફિક કંટ્રોલ અને ભુજ એરપોર્ટની અનુમતિ લઈ, તેનો ફી ચૂકવી, ફ્લાઇટ ઉડાડવામાં આવે છે. આ બાદ એરપોર્ટ પ્રશાસન દ્વારા પણ ચાર્ટર્ડ પ્લેનના પ્રવાસીઓને સુરક્ષા સહિત દરેક સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    નોંધનીય બાબત છે કે ભુજમાં ડોમેસ્ટિક એરપોર્ટ હોવા છતાંય અનેક વિદેશી પ્રવાસીઓ ભારતના અન્ય એરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન લઈ ભુજ આવે છે. જો લાંબા સમયથી ઉઠી રહેલી લોકમાંગણી મુજબ ભુજના ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવે તો પ્રવાસીઓ પણ વિદેશથી ચાર્ટર્ડ પ્લાન દ્વારા સીધા ભુજ પહોંચી શકે અને ખાસ તો રણોત્સવ સમયે ભુજ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફલાઇટની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन