Home /News /kutchh /

Kutch: કૈસે સ્કૂલ ચલે હમ? તો પણ કચ્છમાં 600 શિક્ષકોની ઘટ રહેશે

Kutch: કૈસે સ્કૂલ ચલે હમ? તો પણ કચ્છમાં 600 શિક્ષકોની ઘટ રહેશે

352

352 કાયમી ઉપરાંત 700 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી થશે

કચ્છમાં લાંબા સમયથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલતી આવી છે ત્યારે હાલમાં જ શિક્ષણ તંત્ર દ્વારા 352 શિક્ષકોની ભરતી યોજવામાં આવી હતી.

    Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લામાં હંમેશા શિક્ષકોની ઘટ (Kutch Teachers) હોતા સરકારી શાળાઓમાં (Kutch Government Schools) શિક્ષણ મેળવવું સમસ્યા બની રહી છે. જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓ (Kutch Primary Schools) માત્ર એક શિક્ષક પર નિર્ભર છે જ્યારે કે ઘણી શાળાઓ તો એવી પણ છે કે જ્યાં એક પણ શિક્ષકની નિમણુંક કરવામાં આવી નથી. તો હાલમાં જ વેકેશન દરમિયાન 70 જેટલા શિક્ષકોએ પોતાના જિલ્લામાં બદલી (Teacher Transfer) લઈ લેતા શિક્ષકોની મોટી ઘટ ઊભી થઈ હતી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (District Education Officer) દ્વારા ભરતી કેમ્પ યોજી 352 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.

    કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે માધાપર ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા મળીને કુલ 352 શિક્ષકોની ભરતીને લઇને માધાપરમાં ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ 326 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, જ્યારે 26 ઉમેદારવારો પૈકી અમુકને સ્થળ નાપસંદ તેમજ અમુક ગેરહાજર રહ્યા છે. વધુ 326 શિક્ષકોની ભરતી થતાં ખાસ કરીને જિલ્લાનાં છેવાડાનાં વિસ્તારો લખપત, અબડાસા, ખાવડા, બન્નીમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ સમસ્યા થોડે ઘણે અંશે હળવી બની છે.

    બીજી તરફ, શિક્ષણ તંત્ર દ્વારા 700 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે જે કારણે અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક શિક્ષકો જ મળી રહે. પણ સાથે જ નાયબ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે પ્રવાસી શિક્ષક માટે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે જે કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં માંડવી મુશ્કેલ બની રહે છે, જે કારણે 700 જગ્યા પૂરી ભરાવવાની શક્યતા ખૂબ ઓછી છે. તો 1533 શિક્ષકોની ઘટ સામે કાયમી અને પ્રવાસી શિક્ષકોની ભરતી બાદ પણ જિલ્લામાં અંદાજિત 600 જેટલા શિક્ષકોની ઘટ રહેશે.

    આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીયકૃત ભરતી અંતર્ગત બુધવારે માધાપરની એમ.એસ.વી. હાઇસ્કૂલ ખાતે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ધો. 1થી 5માં 129 શિક્ષકો, ધો. 6થી 8માં ગણિત - વિજ્ઞાનના 104 શિક્ષકો, સામાજિક વિજ્ઞાનનાં 73 શિક્ષકો, ભાષાના 46 મળીને કુલ 352 શિક્ષકોની ભરતી કરવામાં આવનાર હતી. તે પૈકી ધો. 1થી 5માં 120 શિક્ષકો, ધો. 6થી 8માં ગણિત - વિજ્ઞાનના 94, સામાજિક વિજ્ઞાનનાં 70 અને ભાષાના 42 મળી કુલ 326 શિક્ષકોને સ્થળ પર નિમણૂક આપી દેવામાં આવી હતી. જ્યારે બાકીનાં 26 ઉમેદવારોએ સ્થળ નાપસંદ અને અમુક ગેરહાજર રહ્યા હતા.

    કેમ્પમાં નિમણૂક પામેલા શિક્ષકો સાત દિવસમાં એટલે કે, તા. 21 જુલાઈ સુધીમાં જે તે શાળામાં હાજર થઈ શકશે તેમ જણાવી અંતમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં વધુ 326 શિક્ષકને વધારે ખાલી જગ્યાવાળા સ્થળે નિમણૂક આપતાં જિલ્લાનાં લખપત, અબડાસા, ખાવડા, બન્ની, વિસ્તારમાં શિક્ષક ઘટની સમસ્યા હળવી બનશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन