Home /News /kutchh /Kutch: આસામ પોલિસ દ્વારા જીજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દલિત સંગઠને સળગાવ્યા ગોડસેના ફોટા

Kutch: આસામ પોલિસ દ્વારા જીજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દલિત સંગઠને સળગાવ્યા ગોડસેના ફોટા

X
ભુજ

ભુજ ખાતે દલિત સંગઠન દ્વારા ભાજપ અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા

જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નથુરામ ગોડસેના પૂજારી કહ્યાની ટ્વીટ બાદ આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી જે બાદ કચ્છમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નથુરામ ગોડસેના ફોટા સળગાવી ધરપકડને વખોડવામાં આવી હતી.

Kutch: બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય (Vadgam MLA) જીજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani) પાલનપુર ખાતેથી આસામ પોલીસે (Assam Police) ધરપકડ કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. મેવાણી દ્વારા કરવામાં આવેલા બે ટ્વીટ (Mevani Tweet) મુદ્દે આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આસામ લઈ જવાયા હતા. તો આ ઘટનાના પડઘા કચ્છમાં પણ પડયા હતા. ગુરુવારે કચ્છના મુખ્યમથક ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (Rashtriya Dalit Adhikar Manch) દ્વારા નથુરામ ગોડસેના (Nathuram Godse) ફોટાને સળગાવી ભાજપ સરકાર (BJP Government) અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યું હતું.

વડગામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે મોડી રાતે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીએ કરેલી કેટલીક ટ્વિટને કારણે આ અટકાયત થઇ હોવાનું પાછળથી આસામ પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમની ટ્વીટમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નથુરામ ગોડસેના પૂજારી કહ્યા હતા. જે મુદ્દે આસામના એક વ્યક્તિએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એક તરફ મેવાણીની ધરપકડથી રાજકારણમાં ગરમાવો ફેલાતા જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ જેવા અનેક કોંગ્રેસી નેતાઓએ ટ્વીટ કરી મેવાણીની સાથે હોવાની વાત કરી હતી. ત્યારે બીજી તરફ આ ધરપકડના પડઘા કચ્છમાં પણ પડયા હતા. દલિત નેતા તરીકે ઉપર ઉઠેલા મેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તરીકે પણ ફરજ નિભાવે છે. ત્યારે કચ્છના મુખ્યમથક ભુજ (Bhuj) ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ ધરપકડ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ભાવનગરની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઇ જતા, રાજ્યભરમાં ધો. 7ની પરીક્ષાના બે પેપર થયા રદ

ભુજના જ્યુબિલિ સર્કલ પાસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નથુરામ ગોડસેના ફોટા સળગાવવામાં આવ્યા હતા. જે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ તરત ઓલવ્યા હતા, જે બાદ કાર્યકરોએ રસ્તા પર બેસી ભારતીય જનતા પાર્ટી અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દાખવ્યો હતો. જાહેર સ્થળ પર રસ્તો રોકી વિરોધ કરવા બાબતે પોલીસે સર્વે કાર્યકરોની અટક કરી હતી.
First published:

Tags: Jignesh Mevani, Kutch, કચ્છ

विज्ञापन