Home /News /kutchh /Kutch: પટેલો બાદ હવે ક્ષત્રિયો પણ મેદાનમાં: કચ્છમાં ચાર સીટની માંગ સાથે રવિવારે શક્તિ પ્રદર્શન કરશે
Kutch: પટેલો બાદ હવે ક્ષત્રિયો પણ મેદાનમાં: કચ્છમાં ચાર સીટની માંગ સાથે રવિવારે શક્તિ પ્રદર્શન કરશે
હવે ક્ષત્રિયો પણ મેદાનમાં: કચ્છમાં ચાર સીટની માંગ સાથે રવિવારે શક્તિ પ્રદર્શન કરશે
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આગવનોને ટિકિટ આપવાની માંગ સાથે કચ્છમાંથી ચાર બેઠક પરથી ટિકિટ મળે તે માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણ સેના દ્વારા રવિવારે ભુજ ખાતે મહારેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.
Dhairya Gajara, Kutch: ગુજરાતમાં અનેક વર્ષોથી ચુંટણી (Gujarat Elections) માટે પ્રભુત્વધરાવતા સમાજોને રીઝવવાની કોશિશ દરેક રાજકીય પક્ષ (Political Parties) કરતીહોય છે. અને સમાજને રીઝવવા તેના અગ્રણીને ટિકિટ આપવાની જાહેરાત પણ થતી આવે છે. છેલ્લા થોડા સમયથી પટેલ સમાજ (Patel Community) દ્વારા પોતાના સમાજનામુખ્યમંત્રી (Patel CM) હોવાની માંગ થઈ રહી છે. અને નરેશ પટેલની (Naresh Patel) પણ રાજકારણમાં એન્ટ્રીના એંધાણ વચ્ચે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (Rashtriya Rajput Karni Sena) દ્વારા ગુજરાતની 25 ટકા જેટલી સીટ પર ટિકિટની માંગ સાથે સ્વાભિમાન મહારેલીનું (Karni Sena Rally) આયોજન પણ થઈ રહ્યું છે. તેવામાં કચ્છમાંથી પણ ચાર વિધાનસભા સીટ (Assembly Seats) ની માંગ સાથે આગામી રવિવારે મહારેલી યોજી ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરશે.
કચ્છના જિલ્લામથક ભુજ (Bhuj) ખાતે આગામી રવિવાર તારીખ 12 જૂનના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી પણ ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજની એકતાનું જિલ્લા સ્તરનું શક્તિ પ્રદર્શન કરવા સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને ગુજરાતની 25 ટકા જેટલી બેઠક પર ચૂંટણી લડવા રાજકીય પક્ષો ટિકિટ આપી તેવી માંગ કરણી સેના દ્વારા કરાઈ રહી છે.
ભુજ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું હતું કે, ગુજરાતની તમામ બેઠકોમાંથી 25 થી 30 ટકા જેટલી બેઠકો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને તે કારણે જ રાજકીય પક્ષોએ ક્ષત્રિય આગેવાનોને ટિકિટ આપવી જોઈએ. તો કોઈ પાર્ટી સાથે ગઠબંધનની તૈયારી વિશે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પાર્ટી ક્ષત્રિયોને ટિકિટ આપશે તેમને કરણી સેના સાથ આપશે. તો સાથે જ જાહેરાત કરી હતી કે જો કોઈ પાર્ટી ટિકિટ નહીં આપે તો સમાજના ઉમેદવારો અપક્ષ તરીકે ચુંટણી લડશે.
પત્રકારોને સંબોધતા રાજ શેખાવતે કહ્યું હતું કે, \"ભારતના નિર્માણ માટે અને અખંડ ભારતની સ્થાપના માટે 567 રજવાડા સમર્પિત કર્યા અને આજે આ જ સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામાં આવ્યો છે. હવે અમને વિધાનસભા બેઠકના રૂપમાં એ રજવાડા પરત જોઈએ છે જેથી રાજાશાહીમાં કરેલું સુશાસન અમે ફરી લાવી શકીએ.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ભુજ ખાતે યોજાનારી મહારેલીમાં ક્ષત્રિય સમાજના હજારો લોકો ભાગ લેશે તેવો દાવો સંગઠને કર્યો હતો. તો ભુજ બાદ 19 જૂનના વડોદરા, 26 જૂનના બનાસકાંઠા, 3 જુલાઈના ગાંધીનગર, 10 જુલાઈના જૂનાગઢ અને 17 જુલાઈના સુરતમાં પણ ક્ષત્રિય એકતા મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.