Home /News /kutchh /

Kutch: આકાશી કહેરનો સામનો કરનાર કચ્છને બે દિવસ બાદ મળશે રાહત

Kutch: આકાશી કહેરનો સામનો કરનાર કચ્છને બે દિવસ બાદ મળશે રાહત

રવિવાર સુધી જિલ્લાભરમાં વરસાદની તીવ્રતા ઓછી થશે

હવામાન વિભાગે કચ્છમાં 15 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યા બાદ હવામાન વિભાગે 17 જુલાઈથી વરસાદની તીવ્રતા ઓછું થવાની આગાહી કરતા લોકોને હાશકારો થયો.

    Dhairya Gajara, Kutch: અષાઢ મહિનાની શરૂઆત સાથે જ કચ્છમાં મેઘરાજા (Kutch Monsoon) મન મૂકીને વરસ્યા હતા. અનેક તાલુકાઓમાં તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે તો અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે. પણ જો કે રેડ એલર્ટ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વિરામ લેતા લોકોને હાશકારો થયો છે. ત્યારે બે દિવસમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

    છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા ધોધમાર વરસાદે પશ્ચિમ કચ્છના અનેક તાલુકાઓમાં જળબંબાકાર સર્જ્યો હતો. તો પૂર્વને પણ બાકી ન રાખતા મેઘરાજાએ મંગળવારે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામમાં પણ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં સર્વત્ર સીઝનનો 100 ટકાથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે પૂર્વ કચ્છના તાલુકાઓ હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

    આ સમગ્ર સીઝનમાં જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ વરસાદ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો બુધવાર સવાર સુધીમાં જિલ્લામથક ભુજમાં 123.95 ટકા, માંડવીમાં 134.84, મુંદ્રામાં 137.86, અબડાસામાં 116.87, નખત્રાણામાં 123.95 અને લખપતમાં 155.74 ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ કચ્છમાં સરેરાશ વરસાદ ઓછું નોંધાયું હોતાં અંજારમાં 78.96 ટકા,ગાંધીધામમાં 73.17, ભચાઉમાં 23.84 તો રાપરમાં ફક્ત 19.96 ટકા વરસાદ નોંધાયો છે. આ રીતે જિલ્લાનું કુલ વરસાદ 99.44 ટકા નોંધાયું છે.

    પશ્ચિમ કચ્છમાં સરેરાશ વરસાદ કરતા વધારે વરસતા આ વર્ષે દરેક તાલુકાઓમાં મોટા ભાગના તળાવો અને ડેમ ઓવરફ્લો થાય છે. પણ બીજી તરફ પૂર્વ કચ્છમાં વરસાદ ઓછું હોતાં હજુ સરેરાશ વરસાદ કરતા ઘણું ઓછું વરસાદ નોંધાયું છે. જો કે હજુ તો અષાઢ મહિના પહેલા દસ દિવસોમાં જ આ વરસાદની માત્ર ખૂબ સારી કહી શકાય કારણ કે અષાઢ મહિના બાદ શ્રાવણ માસમાં પણ સારા વરસાદની શક્યતા રહેતી હોય છે.

    બીજી તરફ કેન્દ્રીય હવામાન વિભાગે શુક્રવાર 15 તારીખ સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી હતી. પણ તેનાથી વિપરીત બુધવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં તડકો નીકળ્યો હતો. જો કે, 15 તારીખે રેડ એલર્ટ હોતાં સવારથી જ જિલ્લામાં ગાઢ કાળા વાદળો છવાયા હતા જેટલી વરસાદની શક્યતા નકારી શકાય નહીં. તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવાર 17 જુલાઈથી જિલ્લામાં વરસાદની તીવ્રતા ઓછી થશે જેથી લોકો હાશકારો અનુભવી શકશે.
    First published:

    Tags: Gujarat rain forecast, Heavy rain, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन