Cold Wave: ભારતીય જનતા પાર્ટીના ભુજના પેજ પ્રમુખ સાથે ફોન પર વાત કરતી સમયે વડાપ્રધાને (PM Modi) કચ્છમાં ઠંડી, (Kutch Weather) સફેદ રણ (White Dessert), ધોળાવીરા વગેરે મુદ્દે માહિતી મેળવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ભુજનાં ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) પેજ પ્રમુખ સાથે ફોન પર વાતચીત કરતા કચ્છના (Kutch) ખબર અંતર પૂછ્યા. વડાપ્રધાન દ્વારા કચ્છમાં ઠંડી (Winter in Kutch) વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું તે ઉપરાંત કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ (White Desert) મુદ્દે, ધોળાવીરા ટેન્ટ સિટી (Dholavira Tent City) તેમજ પાણી મુદ્દે પણ ભુજના હરેશ મહેશ્વરી સાથે ફોન પર અંદાજે પાંચ મિનિટ વાત કરી હતી.
હાલમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં પેજ સમિતિની રચના કરવામાં આવી છે અને વિવિધ સ્તરે પેજ સમિતિ બનાવી તેના પ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રદેશમાં પેજ સમિતિની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વિસ્તારોના પેજ પ્રમુખ સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે કચ્છના જિલ્લામથક ભુજના પેજ પ્રમુખ હરેશ મહેશ્વરી સાથે પણ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ફોન પર હરેશભાઈ વિશે પૂછા કર્યા બાદ સૌપ્રથમ વડાપ્રધાને કચ્છમાં ઠંડી કેવી છે તેવો પ્રશ્ન કર્યો હતો. સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ વખતોવખત કચ્છ વિશે ખબર અંતર પૂછ્યા છે અને હાલ જ્યારે કચ્છમાં શિયાળો જામ્યો છે અને સહિત લહેર ફરી વળી છે ત્યારે વડાપ્રધાને પણ ફોન પર કચ્છની ઠંડી વિશે પૂછ્યું હતું. તે ઉપરાંત અનેક પરિવારો સાથે મળીને વડાપ્રધાનની મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ઉભી કરવા કહ્યું હતું.
કચ્છની વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે કચ્છે તેમને ઘણો પ્રેમ આપ્યો છે અને કચ્છ હંમેશા તેમની યાદમાં હોય છે તે જ કારણે અનેક જગ્યાએ કચ્છના ઉદાહરણ આપે છે. તે ઉપરાંત કચ્છમાં જે વિકાસ થયું છે તે મુદ્દે લોકો શું વિચારે છે તે મુદ્દે પણ પેજ પ્રમુખ પાસેથી માહિતી મેળવી હતી.
વડાપ્રધાને કચ્છના સફેદ રણ વિશે પણ વાત કરી હતી અને પ્રવાસીઓ કેટલા આવે છે તેના વિશે પણ પૂછ્યું હતું. સફેદ રણ સાથે ધોળાવીરામાં ઊભી થયેલી ટેન્ટ સિટીમાં વિશે પણ પૂછ્યું હતું. વાસ્મો દ્વારા પાણી માટે કામગીરી શરૂ કરાવી અને કચ્છની મહિલાઓએ સહકાર આપ્યું હતું તે પણ યાદ કર્યું હતું..