Home /News /kutchh /Kutch: બાળકો ભણવા જાય છે કે માસ્તરનું માથું દબાવવા? ગ્રામજનોએ છૂપાઇને હકિકત કેમેરામાં કેદ કરી!

Kutch: બાળકો ભણવા જાય છે કે માસ્તરનું માથું દબાવવા? ગ્રામજનોએ છૂપાઇને હકિકત કેમેરામાં કેદ કરી!

તસવીરમાં બાઈક સાફ કરતા વિદ્યાર્થીઓ દેખાય છે

કચ્છની એક શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકોની બાઈક ધોતા દેખાઈ ગયા બાદ બેસેલી તપાસમાં વિદ્યાર્થીઓએ જ શિક્ષકો વિરુદ્ધ ચોંકાવનારો ખુલાસો કર્યો

    Dhairya Gajara, Kutch: સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ કથળેલી છે. ક્યાંક શાળામાં પૂરતા ઓરડા નથી તો ક્યાંક પૂરતા શિક્ષક નથી. આ વચ્ચે કચ્છ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે. નાની રાયણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક બાળકો પાસેથી પોતાની બાઈક સાફ કરવા છે તો બાળકીઓ પાસેથી પોતાનું માથું દબાવડાવે છે. ગામના લોકોને આ બાબતો ધ્યાનમાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને શિક્ષક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

    સમગ્ર બાબતની હકીકત મુજબ કચ્છના માંડવી તાલુકાના નાની રાયણ ગામની પ્રાથમિક શાળામાં ગત અઠવાડિયે 6 માર્ચના બે શિક્ષકો શાળાના કમ્પાઉન્ડમાં બે બાળકો પાસેથી પોતપોતાની બાઈક સાફ કરાવડાવી રહ્યા હતા. ગામની એક વ્યક્તિએ આ ઘટના પોતાની આંખે જોઈ લેતા છુપાઈને આ ઘટનાના ફોટા પાડી લીધા હતા. બીજા દિવસે ગામના લોકોને આ બાબતની જાણ થતાં ગ્રામજનોએ આ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી.



    આ ઘટનાના ફોટા સ્પષ્ટપણે દર્શાવે છે કે બે વિદ્યાર્થીઓ હાથમાં કપડું લઈ બાઈક સાફ કરી રહ્યા છે અને બે શિક્ષકો ત્યાં હાજર છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શરૂ કરાયેલ તપાસમાં બાળકોએ બાઈક સાફ કરી હોવાનું નિરીક્ષકો સમક્ષ સ્વીકાર્યું હતું અને શાળાના શિક્ષકો મનોજ પટેલ અને કિરીટ પટેલ ત્યાં હાજર હોવાનું પણ સ્વીકાર્યું હતું. જો કે હજુ અસલ મુદ્દો તો નિરીક્ષકો તેમજ ગ્રામજનો સામે આવવાનો બાકી હતો.



    બે દિવસ ચાલેલી આ તપાસમાં શાળાની બાળકીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે શાળાના કિરીટ સાહેબ પોતાનો માંથો દુઃખતો હોય ત્યારે બાળકીઓ પાસેથી પોતાનો માથો દબાવડાવતા હતા. વિદ્યાર્થિનીઓએ પાસેથી આ પ્રકારની વાત જાણી નિરીક્ષકો તેમજ ગ્રામજનો પણ અચંભિત રહી ગયા હતા. ગામની બાળકીઓ પાસેથી આ પ્રકારનું કામ કરાવતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી છે.



    આ મુદ્દે News18 સાથે વાત કરતા નાની રાયણ ગામના લક્ષ્મણ ગઢવીએ જણાવ્યું હતું કે, \"વિદ્યાર્થીઓ શિક્ષકની બાઈક સાફ કરે તે વાત ગ્રામજનો ભૂલી જાય તેવી છે, પરંતુ વિદ્યાર્થીનીઓ પાસેથી માથું દબાવવું માફીપત્ર નથી અને આ જાણ્યા બાદ ગ્રામજનોમાં ખુબ રોષ છે અને હવે માટે શિક્ષકની બદલી નહીં પણ તેમને સસ્પેન્ડ કરાય તેવી માંગ ઉઠી છે.\"



    આ મુદ્દે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બે દિવસ ચાલેલી તપાસના રિપોર્ટમાં નિરીક્ષકોએ આ બન્ને બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને શિક્ષકો વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે.
    First published:

    Tags: Kutch, Local 18, Teacher, Viral photo

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો