Home /News /kutchh /

કચ્છ: ઘાસચારા ખડ ભુસામાં 40 થી 60 ટકાના ભાવવધારાના કારણે માલધારીઓમાં રોષ; નિયંત્રણની માંગણી

કચ્છ: ઘાસચારા ખડ ભુસામાં 40 થી 60 ટકાના ભાવવધારાના કારણે માલધારીઓમાં રોષ; નિયંત્રણની માંગણી

ઘાસચારાના

ઘાસચારાના ભાવમાં વધારો થતા કચ્છના માલધારીઓમાં રોષ

Kutch News : છેલ્લા થોડા સમયથી પેટ્રોલ ડીઝલ સહિત અનેક વસ્તુઓમાં ભાવમાં વધારા વચ્ચે ઘાસચારાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે પશુપાલકોને આ ભાવવધારાથી ભરઉનાળે તડકા સાથે ખડ ભૂસના ભાવે પણ પરસેવે નવડાવ્યા છે 

  કચ્છ: જિલ્લામાં ઉનાળો (Kutch Summer) લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે સીમાડાઓમાં ઘાસ પાણી ખુટી પડતા માલધારીઓ (Kutch Cattle Herders) પરેશાન થયા છે. અનેક માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરી રહ્યા છે તો ઘણાને ઘાસચારો મેળવવા બહારના પ્રાંતમાંથી જથ્થો મંગાવવો પડી રહ્યાનું સામે આવ્યું છે. કચ્છના અનેક તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં સ્થાનિકે લીલા ઘાસચારાની અછતના (Lack of grass) કારણે નાના મોટા માલધારીઓને સમૂહમાં જોડાઈને દૂરથી સુકો ઘાસચારો મંગાવવાની ફરજ પડી રહી છે. તો આ વચ્ચે લીલા ઘાસચારા, ખડ તેમજ ભૂસાના ભાવમાં પણ ઉછાળો (Price rise in grass) આવ્યો છે.

  હાલ ઉનાળા વચ્ચે કચ્છના ગામડાઓના સીમાડામાં ઘાસચારો બચ્યો નથી તો બજારમાં મળતું ભુસો, ખોડના ભાવ આસમાને છે જેથી વેચાતુ લઈ બધા પશુને ચરાવવું સંભવ નથી. આ વિસ્તાર મોટા પાયે પશુપાલનના વ્યવસાયી છે જે પ્રત્યેક અને પરોક્ષ રોજગારી પુરી પાડે છે, જેથી રોજગારની દ્રષ્ટિએ પણ આ વ્યવસાયને કપરા સમયમાં યોગ્ય વ્યવસ્થા સમયસર થવી જોઈએ તેવું માલધારીઓનું કહેવું છે.

  કચ્છ જિલ્લામાં હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ પશુઓ માટે લીલા-સૂકા ઘાસચારાની અછત સર્જાઈ છે બાકી સમયમાં માલધારીઓ અને પશુઓની હાલત કફોડી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સીમાડામાં જ્યાં નજર કરો ત્યાં સુકો ભઠ્ઠ વિસ્તાર દેખાય છે. ઉપરથી ગૌચર જમીન પણ નથી રહી અને ચરિયાણ માટે પશુઓના વાડા પણ બચ્યા નથી. ત્યારે માલધારી વર્ગ પશુઓને સીમાડામાં ચરાવવા તો લઈ જાય છે, પણ સીમાડામાં ભાગ્યે જ પશુઓના મોઢામાં કંઈક ખોરાક આવે છે. મોટા ભાગે પશુઓ ભૂખ્યા પેટે જાય છે અને ભૂખ્યા પેટે પરત આવતા હોય છે.

  મણદીઠ રૂ. 100 પ્રતિ કિલો વેચાતો રજકો આજે રૂ. 150 પહોંચ્યો છે તો 80 રૂપિયા કિલો મકાઈના ચારાના ભાવ રૂ. 130ને પાર થઈ ગયા છે. આજથી 2 મહિના પહેલા ખડના 50 કિલોગ્રામનો ભાવ રૂ.1100 થી 1200ની આસપાસ હતો તે વધીને અત્યારે 1700 થી 1800 ને આંબી ચૂકયો છે. ખોળ ઉપરાંત ભૂંસાનો ભાવ પણ પ્રતિ 50 કિલોએ 200ના વધારા સાથે રૂ. 1200 થી 1300 પહોંચી ગયો છે. સુકુ ઘાસ કે જે મણ દીઠ રૂ.150 થી 200માં મળતું હતું, તેનો ભાવ વધીને આજે રૂ. 500 ને પાર થઈ ગયો છે, જેની સીધી અસર માલધારીઓ ઉપર પડી રહી છે.

  આ પણ વાંચો:Kutch : નિરોણાના આ કારીગરો લાકડા પર સુશોભિત કરે છે ભારત-પાકિસ્તાનનું સમન્વય, લાખકામની અદભૂત કારીગરીનો વીડિયો

  આ ઉપરાંત માલધારીઓએ જણાવ્યું હતું કે, એક બાજુ ખોડ ભૂસાના ભાવ વધી રહ્યા છે તો બીજી બાજુ દૂધના ભાવમાં પણ કોઈ ખાસ પ્રમાણમાં વધારો જોવા નથી મળી રહ્યો પરિણામે માલધારીઓને જીવન નિર્વાહ કરવું અઘરું પડી રહ્યું છે અને હિજરત કરવા માલધારીઓ મજબૂર બન્યા છે. જો સરકાર માલધારીઓને દૂધના પોષણક્ષમ ભાવો આપે અથવા ફેટના ભાવમાં યોગ્ય વધારો કરે ત્યારે જ ઘાસચારા કે ખોડભૂસાના ભાવમાં વધારો માલધારીઓ સહન કરી શકશે.

  કચ્છના માલધારીઓ અમદાવાદ જિલ્લાના વિરમગામ, ધોળકા, તારાપુર, બાગોદરા તેમજ અન્ય વિસ્તારોમાંથી સૂકા ઘાસ મંગાવવામાં આવે છે. જેમાં આઠથી માંડીને પંદરકિલો સુધીનું અલગ- અલગ વજન આવતું હોય છે. માલધારીઓને રૂpiya125થી 150માં ગાંસડી પડતી હોય છે. સરેરાશ દસથી બાર રૂપિયા કિલો પ્રતિ ઘાસ મળી રહ્યું છે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેમાં પણ વધારો નોંધાયો છે જે માલધારીઓને પરવડે તેમ નથી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: કચ્છ, કચ્છ સમાચાર, ગુજરાતી સમાચાર

  આગામી સમાચાર