Home /News /kutchh /Kutch: NRI મતદારોના મતની કિંમત અધધ...બે લાખ, ખાસ મતદાન કરવા આવે છે વતન!

Kutch: NRI મતદારોના મતની કિંમત અધધ...બે લાખ, ખાસ મતદાન કરવા આવે છે વતન!

X
પાંચ

પાંચ દાયકાથી લંડન રહે છે પણ માટે આપવા ભારત આવે છે

કચ્છના પટેલ ચોવીસી ગામોમાં મોટી સંખ્યામાં લોકો વિધાનસભા ચૂંટણી સમયે મત આપવા આવતા હોય છે જેમના એક વોટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે

    Dhairya Gajara, Kutch: ચુંટણી એ લોકશાહી માટે મહાપર્વ સમાન છે. અને આ પર્વમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતાના વતનના પ્રતિનિધિને પસંદ કરવા અનેક એનઆરઆઈ લોકો પણ ખાસ ભારત પરત આવતા હોય છે. દુનિયાના વિવિધ ખૂણેથી લોકો ખાસ મતદાન કરવા આ સમયગાળા દરમિયાન અહીં આવતા હોય છે. ભલે તેમનો મત અન્ય સામાન્ય નાગરિકોની જેમ જ સમાન મહત્વ ધરાવે છે પરંતુ તેમના એક મત માટે તેમને લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવું પડે છે.

    કચ્છના પટેલ ચોવીસીના ગામોના અનેક લોકો વિદેશમાં વસ્યા હોતાં અહીં એનઆરઆઈ વોટર્સની સંખ્યા પણ ખૂબ રહે છે. સામાન્યપણે આ નોન રેસીડેન્ટ ઇન્ડિયન્સ વર્ષ દરમિયાન જુદા જુદા સમયે કચ્છ આવતા હોય છે પરંતુ ચૂંટણીના વર્ષે જાણે નિયમ હોય તેમ સૌ કોઈ મતદાન સમયે જ કચ્છ આવતા હોય છે. મતદાન કરી, થોડો સમય વતનમાં રોકાઈ પરત વિદેશ જતા રહે છે.



    ભુજ તાલુકાના ભારાસર ગામના વતની દેવશી કેરાઈ છેલ્લા છ દાયકાથી વિદેશમાં વસે છે. પહેલા આફ્રિકા અને હાલ પાંચ દાયકાથી લંડનમાં વસતા દેવશીભાઇ હર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા પરત કચ્છ આવે છે. દેવશીભાઈ ઓવર્સીઝ સિટીઝન શીપ ધરાવે છે, કે કારણે તેમને ભારત અને લંડન બન્ને સ્થળ પર નાગરિકનો દરજ્જો મળે છે અને બન્ને દેશમાં મતદાન પણ કરી શકે છે. નવેમ્બર ડિસેમ્બર મહિના વચ્ચે યોજાતી ચૂંટણી માટે મતદાનના થોડા દિવસો અગાઉ જ પોતાના વતન ભારાસર પહોંચી આવે છે અને પોતાનો કિંમતી મત આપી મહાપર્વની ઉજવણી કરી, થોડો સમય વતનની હવા માની પરત વિદેશ ચાલ્યા જાય છે.



    આમ તો લોકશાહીમાં મતની કિંમત અમૂલ્ય હોય છે પણ જ્યારે દેવશીભાઈ જેવા એનઆરઆઈ લોકોની વાત કરીએ તો તેમને પોતાના એક મતનું દાન આપવા લાખોનું ખર્ચ પડે છે. લંડનથી અમદાવાદ અથવા મુંબઈની આવાજવાની ફલાઇટની ટિકિટ જ રૂ. એક લાખને આંબે છે. વળી અહીં આવે તો રહેવા માટે વતનમાં પોતાનું ઘર તો હોય જ પરંતુ તેના ઉપરાંત અન્ય નાના મોટા ખર્ચ લેખી વ્યક્તિ દીઠ રૂ. એક થી બે લાખનો ખર્ચ પડતો હોય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch, Local 18, ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन