Home /News /kutchh /Kutch: પુનડી ખાતે પર્વાધિરાજ પર્વ નિમિતે આરંભાઈ ભવ્ય તૈયારીઓ; લાખો લોકો લાઈવ નિહાળશે

Kutch: પુનડી ખાતે પર્વાધિરાજ પર્વ નિમિતે આરંભાઈ ભવ્ય તૈયારીઓ; લાખો લોકો લાઈવ નિહાળશે

દેશ

દેશ વિદેશથી લાખો લોકો લાઈવ નિહાળશે

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પધારતા જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્વ લેખાતા પર્યુષણ પર્વ માટે પુનાડી ગામે ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

    Dhairya Gajara, Kutch: ચાતુર્માસ શરૂ થતાં જૈન ધર્મના (Jain Religion) લોકો પૂજ્ય સંતોના પ્રવેશોત્સવ ઉજવી તેમના સાનિધ્યમાં તપ આરાધના કરતા હોય છે. તો સાથે જ પર્વાધિરાજ પર્વ પર્યુષણ (Paryushan) માટે તૈયારીઓ પણ આરંભવામાં આવે છે. કચ્છના પુનડી (Punadi Mandvi) ગામે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પધાર્યા છે ત્યારે એસપીએમ આરોગ્યાધમ દ્વારા પર્યુષણ (Jain Festival) માટે ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આઠ દિવસ સુધી ચાલનાર આ ક્ષમાપના ઉત્સવમાં માટે જૈન નહીં પરંતુ દરેક સમાજના લોકો જોડાશે. તો ઠેર ઠેરથી આવનાર 1008 ભાવિકો માટે રહેવા જમવાની ભવ્ય સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે.

    માંડવી તાલુકાના પુનડી ગામે ચાતુર્માસ દરમિયાન જૈન સમાજના 42 સાધુ સંતો પધાર્યા છે. તો સાથે જ રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પણ પહેલી વખત કચ્છ પધાર્યા છે. આ પ્રસંગે પુનડીના એસપીએમ આરોગ્યધામ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી માટે રણોત્સવની ટેન્ટ સિટી જેવી તૈયારીઓ શરૂ કરી ભવ્ય આયોજન કરવામાં આવી થયું છે.

    આઠ દિવસના આ ક્ષમાપના ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે આત્મ શુદ્ધિ વિશિષ્ટ પ્રયોગ, આત્મ હળવાશની અનુભૂતિ કરાવતા ઈન્નર ક્લિનીંગ કોર્સ અંતર્ગત વિવિધ પ્રકારની ધ્યાન સાધના કરાવવામાં આવશે. તો સાથે જ પ્રભુનો બોધ આપતી પરમ પ્રવચનધારા ગુરુદેવ તેમજ પુજ્ય સંત-સંતીજીઓના મુખેથી ફરમાવવામાં આવશે. તો આ પ્રસંગે સમગ્ર દેશના 200થી વધુ સંઘો તેમજ દેશ વિદેશથી લાખો ભાવિકો લાઈવ તેમજ ટીવી ચેનલના માધ્યમથી જોડાશે.

    આ આઠ દિવસના ક્ષમાપના પર્વ નિમિતે દરરોજ સવારે પ્રવચન સમયે આ ભવ અને ભવોભવનું પરિવર્તન કરાવી દેનારી પ્રેરક નાટિકાઓ અને હૃદયસ્પર્શી દ્રશ્યાંકનની સ્પેશિયલ પ્રસ્તુતિ કરવામાં આવશે. તો વિસરાઈ રહેલા જૈન ધર્મના ઇતિહાસને ઉજાગર કરતા 100 જેટલા ચિત્રો બનાવવા કલાકારો પણ ખાસ પુનડી પધાર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ ચિત્રો પર્યુષણ સમયે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.

    આ પણ વાંચો:  જુવાનજોધ પુત્રનુ મોત થતાં મા-બાપે દીકરો દત્તક લઈ પુત્રવધૂના પુનઃલગ્ન કરાવ્યા

    SPM આરોગ્યધામ ખાતે યોજાનાર પર્વાધિરાજ પર્વના દરેક કાર્યક્રમ ધાર્મિક ચેનલ પર લાઈવ પ્રકાશિત કરવામાં આવશ. તો સાથે જ દેશ વિદેશના ભાવિકો યૂટ્યૂબ, ફેસબુક અને ઝૂમ લાઈવ પર આ કાર્યક્રમને નિહાળી શકશે. ફક્ત જૈન ધર્મના લોકો જ નહીં પરંતુ સર્વે કોમના લોકો આ ક્ષમાપના પર્વમાં જોડાય તેવી મહારાજ સાહેબે અપીલ કરી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jain, Jain community, Jain Diksha, Kutch, Kutch district, Kutch news

    विज्ञापन
    विज्ञापन