Home /News /kutchh /

Kutch: દિલ્હીમાં નવનિર્મિત વડાપ્રધાન સંગ્રહાલયના સોફ્ટવેર બનાવી કચ્છી યુવકે ડંકો વગાડ્યો

Kutch: દિલ્હીમાં નવનિર્મિત વડાપ્રધાન સંગ્રહાલયના સોફ્ટવેર બનાવી કચ્છી યુવકે ડંકો વગાડ્યો

Kutch

Kutch News : નવી દિલ્હી ખાતે નિર્મીત પ્રધાનમંત્રી સંગ્રાહાલયનું સોફ્ટવેર બનાવ્યું છે કચ્છી યુવાને

Pradhanmantri sanghrahalay : દિલ્હી ખાતે નવનિર્મિત વડાપ્રધાન સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા વિવિધ આધુનિક સોફ્ટવેર કચ્છી યુવાન દ્વારા બનાવવામાં આવ્યા હતા જે હાલ ત્યાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

  Kutch: દિલ્હી (New Delhi) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુરુવારે આઝાદી પછીના દેશના વડાપ્રધાનોને સમર્પિત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં આશરે રૂ. 217 કરોડના ખર્ચે બનેલ 'પ્રધાનમંત્રી સંગ્રહાલય' (Pradhanmantri Sangrahalaya) દેશના 14 ભૂતપૂર્વ વડાપ્રધાનોના જીવન અને કાર્યો દ્વારા ભારતના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે. તો ઓગમેન્ટેડ રિયાલિટી (Augmented Reality) અને વર્ચ્યુઅલ રિયાલિટીથી (Virtual Reality) સુસજ્જ આ સંગ્રહાલયમાં પ્રદર્શનમાં મુકાયેલા સાધનોના મોટા ભાગના સોફ્ટવેર કચ્છી યુવકે બનાવેલા છે. સેલ્ફી વીથ પીએમ (Selfie With PM) અને વોક વીથ પીએમ (Walk With PM) જેવા ઓગમેન્ટેડ રિયાલિટી સોફ્ટવેર લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે જેથી કચ્છના યુવાને રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે.

  દિલ્હીમાં તીન મૂર્તિ ભવનમાં બનેલ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી સંકુલને વડાપ્રધાનના સંગ્રહાલય તરીકે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તે 15,600 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેમાં 43 ગેલેરીઓ છે.

  જૂના ફોટા, વિડિયો ક્લિપ્સ, અખબારો, ઇન્ટરવ્યુ, ભાષણ, ભૂતપૂર્વ વડા પ્રધાનોના મૂળ લેખો જેવી વસ્તુઓ પણ અહીં જોવા મળશે. આ ઉપરાંત તેમનો મહત્વપૂર્ણ પત્રવ્યવહાર, અંગત વસ્તુઓ, ભેટ, સન્માન, ચંદ્રકો, સ્મારક ટિકિટો, સિક્કા વગેરે પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

  પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ફિયાટ કાર પણ અહીં જોવા મળશે, જે તેમણે 1964માં સત્તા સંભાળ્યા બાદ તરત જ ખરીદી હતી.

  તો આ સંગ્રહાલયમાં લોકો માટે પ્રદર્શન અર્થે મુકાયેલા ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીથી સુસજ્જ ઇન્ટરેક્ટીવ સોફ્ટવેર બનાવવા પાછળ એક કચ્છી યુવાનનો સિંહફાળો રહેલો છે.

  કચ્છના પાટનગર ભુજમાં રહેતા જીગર પટ્ટણી છેલ્લા થોડા વર્ષોથી ગેમ્સ અને અન્ય ઇન્ટરેક્ટીવ સોફ્ટવેર બનાવી રહ્યા છે. તો છેલ્લા દોઢ વર્ષથી તેમની થંડર ગેમ સ્ટુડિયોની ટીમ સાથે મળીને તેઓ વડાપ્રધાન સંગ્રહાલયના સોફ્ટવેર્સ પર કામ કરી રહ્યા હતા.

  News18 સાથે ખાસ વાત કરતા જીગર પટ્ટણીએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હીની એક કંપની સાથે છેલ્લા થોડા સમયથી કામ કરી રહ્યા છે, તો તે કંપની મારફતે જ તેમને વડાપ્રધાન સંગ્રહાલય માટે આ સોફ્ટવેર બનાવવાની તક મળી હતી.

  સાથે જ તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી તેઓ આ પ્રોજેક્ટ માટે મહેનત કરી રહ્યા હતા જેમાં અનેક વખત તેમને દિલ્હી મ્યુઝિયમ ખાતે જઈને પણ તેમના સોફ્ટવેરની ચકાસણી કરવી પડતી હતી. પણ હવે સંગ્રહાલયના ઉદઘાટન બાદ લોકોના પ્રતિભાવ પરથી તેમની મહેનત સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે.

  આ પણ વાંચો:PM મોદીએ હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું, સૌરાષ્ટ્રની ધરતી સંત, સુરા અને દાતાની છે

  મ્યુઝિયમમાં ખાસ આકર્ષણ જમાવતા સોફ્ટવેરમાં એક છે સેલ્ફી વીથ પીએમ, જેમાં ભારતના અત્યાર સુધીના વડાપ્રધાનમાંથી કોઈને પણ પસંદ કરી ફોટો પડાવતા વડાપ્રધાન સાથેનો ફોટો ઈમેલ પર આવી જાય છે. તો વોક વીથ પીએમ પણ એક આકર્ષક સોફ્ટવેર છે, જેમાં તમે તમારી પસંદના વડાપ્રધાન સાથે ચાલી રહી હો તેવા દ્રશ્યો સર્જાય છે.

  તો બાળકો માટે ખાસ બનાવાયેલા એક સોફ્ટવેરમાં બાળકો ચંદ્રયાન અને મંગળયાન જેવા ચિત્રોમાં પોતાના મનગમતા રંગો પૂરી શકે જે મશીન જાતે ચકાસી તે રંગો ઉમેરી એનિમેશન વિડીયો બનાવી લે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: કચ્છ, કચ્છ સમાચાર

  આગામી સમાચાર