Home /News /kutchh /Kutch: થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં ભાન ભૂલી ન જતાં, અંડરકવર પોલીસકર્મીઓ શહેરમાં નજર રાખશે!

Kutch: થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં ભાન ભૂલી ન જતાં, અંડરકવર પોલીસકર્મીઓ શહેરમાં નજર રાખશે!

X
વાહનચાલકોને

વાહનચાલકોને પણ બ્રેથ એનેલાઈઝર વડે ચેક કરાશે

કચ્છમાં પણ મોટા શહેરોની જેમ થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટી કરવાનું ચલણ વધ્યું છે ત્યારે પાર્ટી કરનાર લોકો દારૂનું સેવન ન કરે તે માટે પોલીસકર્મીઓ વર્દી વગર પાર્ટીઓમાં શામેલ થઇ લોકો પર નજર રાખશે

    Dhairya Gajara, Kutch: નવા વર્ષને આવકાર આપવા ઠેર ઠેર થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટી અને ઉજવણીના આયોજનો ગોઠવાઈ ગયા છે. પરંતુ આ ઉજવણીમાં લોકો કાયદાનો ભાન ન ભૂલે તે માટે કચ્છમાં પોલીસે એક્શન પ્લાન બનાવ્યું છે અને થર્ટી ફર્સ્ટની રાત્રે દારૂબંધીનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે. વિવિધ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા લોકો વિરુદ્ધ પોલીસ ખાસ કાર્યવાહી કરશે તેમજ બ્રેથ એનેલાઈઝર થકી વાહન ચાલકોની તપાસ કરવા આવશે. તો સિવિલ ડ્રેસમાં અંડરકવર પોલીસ કર્મચારીઓ પણ કચ્છભરમાં તૈનાત રહેશે.

    નવા વર્ષની ઉજવણીમાં અનેક લોકો દારૂની મહેફિલ માણતા હોય છે. કચ્છમાં ખાસ થર્ટી ફર્સ્ટ સમયે લોકો પોતાના ઘર તેમજ શહેરી વિસ્તારની આસપાસ વિવિધ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા હોય છે. તો છેલ્લા થોડા વર્ષોથી મેટ્રો સિટીઝની જેમ કચ્છમાં પણ ન્યુ યર્સ ઈવ માટે ખાસ પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક લોકો ખાનગી રીતે પોતાના મિત્ર વર્તુળ સાથે પાર્ટી કરે છે તો અનેક જગ્યાએ યોજાતી કોમર્શિયલ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે.



    આવી પાર્ટીઓમાં દારૂબંધીના લીરા ન ઉડે તે માટે કચ્છમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે આવી પાર્ટીઓમાં પોલીસ કર્મચારીઓ અંડરકવર રહી પોલીસ વર્દીની બદલીમાં સામાન્ય કપડામાં રહી લોકો પર નજર રાખશે.

    તો તે ઉપરાંત પણ થર્ટી ફર્સ્ટની રાત્રે સામાન્યપણે રહેતી ચેકીંગ પણ યોજવામાં આવશે. જિલ્લાના પ્રવેશ પોઇન્ટ અને શહેરોના પ્રવેશ પોઇન્ટ પર ખાસ ચેકીંગ યોજવામાં આવશે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની ટીમ બ્રેથ એનેલાઈઝર સાથે ચેકપોઇન્ટ પરથી પસાર થતા વાહન ચાલકો અને લોકોની તપાસ કરી તેમણે દારૂનું સેવન ન કર્યું હોય તેની ખાતરી કરશે.
    First published:

    Tags: 31st december, Kutch, Local 18, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો