Home /News /kutchh /Kutch Crime: ધંધૂકા હત્યા મામલે ઉશ્કેરણીજનક વોટ્સએપ સ્ટેટસ મૂકતા પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી

Kutch Crime: ધંધૂકા હત્યા મામલે ઉશ્કેરણીજનક વોટ્સએપ સ્ટેટસ મૂકતા પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી

ધંધૂકા હત્યા મામલે ઉશ્કેરણીજનક વોટ્સએપ સ્ટેટસ મૂકતા પોલીસે 22 વર્ષીય યુવકની ધરપકડ કરી

ધંધુકા હત્યા મામલે માંડવી તાલુકાના યુવકે આપત્તિજનક સ્ટેટસ મૂક્યા બાદ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળતા જ વોટ્સએપ ડિલીટ કર્યું હતું.

ગત અઠવાડિયે ધંધૂકામાં (Dhandhuka) એક માલધારી યુવકની (Kishan Bharwad murder) ગોળી મારી હત્યા (Dhandhuka murder) કરાયા બાદ મુદ્દો પૂરા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગત મંગળવારે થયેલી હત્યા બાદ રાજ્યમાં ઠેર ઠેર હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કરી તેમજ આવેદન પત્રો આપી આ ઘટના તરફ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે જ સમગ્ર રાજ્યમાં આ ઘટનાના પડઘા પડી થયા છે તો કચ્છ પણ પાછળ રહ્યું નથી. કચ્છમાં પણ અનેક હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે. બીજી તરફ રવિવારે કચ્છના માંડવી તાલુકાના એક યુવકે સોશ્યલ મીડિયા પર આ મુદ્દે આપત્તિજનક પોસ્ટ મૂકતા પોલીસે મામલાની ગંભીરતાને જોઈ યુવકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-Hit&Run: કાનપુરમાં મોડી રાત્રે બેકાબૂ થઇ ઇ-બસ, 17 વાહનોને કચડ્યા, 6નાં ઘટના સ્થળે મોત

ગત અઠવાડિયે 25 તારીખના ધંધૂકાના કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરાયા બાદ સમગ્ર રાજ્યમાં ગરમાટો ફેલાયો છે. જોતા ને જોતા આ મામલો બે સમાજો વચ્ચેનો વિવાદ બની ભભૂકી ઉઠયો છે. તેના જ પરિણામે કચ્છના માંડવી તાલુકાના શેરડી ગામે રહેતા 22 વર્ષીય યુવકે સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકતા પોલીસના સકંજામાં આવ્યો છે.

આ પણ વાંચો-Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત



મળતી માહિતી મુજબ ગઢશીશા પોલીસને ખાનગી રાહે જાણવા મળ્યું હતું કે શેરડી ગામના 22 વર્ષીય રમજુ ઉર્ફે ઈરફાન મુસા જતે ધંધુકા હત્યા મામલે વોટ્સએપ પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી હતી. આ માહિતી બાદ પોલીસે વોચ રાખી યુવકની અટકાયત કરી હતી.

પોલીસ સ્ટેશને લઇ જવાયા બાદ યુવકનો મોબાઈલ ચેક કરતા યુવકે પોતાના ફોનમાંથી વોટ્સએપ કાઢી નાખ્યો હતો. પોલીસે ફોનની ફોટો ગેલેરી ચેક કરતા તેમાંથી પણ કશું મળ્યું ન હતું પણ ફોનમાં રીસેન્ટલી ડીલીટેડ ફાઈલ્સમાં એક વીડિયો મળી આવ્યો હતો. તે વીડિયોમાં ધંધૂકા હત્યામાં પોલીસે પકડેલા બે આરોપીઓના ફોટા હતા અને તેના પર અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ઉશ્કેરણીજનક લખાણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બેકગ્રાઉન્ડમાં વાંધાજનક સંગીત પણ મૂકયો હતો.

પોલીસની પૂછતાછ દરમ્યાન યુવકે સ્વીકાર્યું હતું કે રાત્રે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર તેણે આ વીડિયો પોસ્ટ કરી હતી. પણ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે તેવું જાણવા મળતા સ્ટેટસ ડિલીટ કર્યો હતો અને તે ઉપરાંત પોતાના ફોનમાંથી વોટ્સએપ પણ ડિલીટ કરી નાખ્યો હતો. પોલીસે રમજુ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 153બી મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
First published:

Tags: Dhandhuka Firing, Dhandhuka Murder, Kishan Bharwad Case, Kutch Police