Kutch: બાઈક પર ટ્રીપલ સવારીમાં છરી દેખાડી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકતા પોલીસે પાઠ ભણાવ્યો
Kutch: બાઈક પર ટ્રીપલ સવારીમાં છરી દેખાડી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકતા પોલીસે પાઠ ભણાવ્યો
વિડિયો ધ્યાનમાં આવતા જ પોલીસે ત્રણેય મિત્રોને શોધી કાયદાકીય પગલાં લીધા
Kutch viral video: બેફિકર અંદાજમાં છરી દેખાડી બાઈક પર ટ્રીપલ સવારી કરી રહેલા યુવાનોએ પોતાની વીડિયો પર એક ડાયલોગનો ઓડિયો મૂકી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ કરી હતી જે બાદ પોલીસે તેમની અટક કરી હતી.
Dhairya Gajara, Kutch: પૂર્વ કચ્છના (East Kutch) મુખ્ય મથક ગાંધીધામમાં (Gandhidham Kutch) મંગળવારે ત્રણ નવયુવાનો બાઈક પર છરી ઉગામી ફરતા હોય તેવો વિડિયો વાયરલ (Gandhidham Viral Video) થતાં પોલીસે તેમની બાઈક આગળ કાયદાનુંસ્પીડબ્રેકર લગાવ્યું હતું. બેફિકર અંદાજમાં છરી દેખાડી બાઈક પર ટ્રીપલ સવારી કરી રહેલા યુવાનોએ પોતાની વિડિયો પર એક ડાયલોગનો ઓડિયો મૂકી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ કરી હતી જે બાદ પોલીસે તેમની અટક કરી હતી.
મળતી વિગતો મુજબ સોમવારે ગાંધીધામ શહેરના જવાહર ચોક પાસેથી બાઈક પર ટ્રિપલ સવારી પર નીકળેલા બે નવયુવાનો અને એક સગીરે ગેંગસ્ટર અંદાજમાં વિડિયો રેકોર્ડ કરી ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. વીડિયોમાં બાઈક ચાલક સિવાયના એક યુવાન અને એક સગીર બાઈક પર ઊભા રહી હાથમાં છરી દેખાડી બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં \"એ તો ભૂલ થઈ ગઈ, મારાથી કહેવાય ગયું. પણ ભૂલની માફી માગે એ કોઈક બીજા, ઇ આ નહીં\" એવું ઓડિયો મૂકી વિડિયો ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
ગાંધીધામ સિટી પોલીસના ધ્યાને આ વીડિયો આવતા જ પોલીસે ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી અને ત્રણેયને સુંદરપુરી રોડ પર પકડી પાડ્યા હતા. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ બાઈકચાલક યુવાનનું નામ મનોજ વેરસીભાઈ માતંગ છે જેની ઉંમર 18 વર્ષ છે. તો પાછળ બેસી હાથમાં છરી દેખાડનાર બે પૈકી એક 18 વર્ષીય પ્રકાશ કરશનભાઈ લોંચા છે અને ત્રીજો સગીર સાડા સોળ વર્ષનો છે. શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા આ ત્રણેય આરોપીઓની તપાસ કરતા પોલીસને વીડિયોમાં પાછળ બેઠેલા બન્ને પાસેથી છરીઓ મળી આવી હતી.
તો બાઈક ચાલક મનોજ પાસેથી વીડિયોમાં દેખાતી યામાહા આર15 બાઈકના કાગળોમાગતા, યુવાન પાસે કોઈ દસ્તાવેજ ન હોતાં પોલીસે બાઈક ડીટેન કરી હતી. તો સાથે જ બાઈક પરથી હાથ છુટ્ટા કરી બાઈક ચલાવવા બાબતે પણ અલાયદી ફરિયાદ નોંધવામાં આવી હતી.
બીજી તરફ બાઈક પર પાછળ બેઠેલા બંને મિત્રો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ભંગ કરી છરી રાખવાના ગુનામાં ગુજરાત પોલીસ એકટની કલમ 135 અને 114 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવયુવાનીની મોજમાં કાયદાની ભાન ભૂલી સોશ્યલ મીડિયા પર ગેંગસ્ટર બની રહેલા ત્રણેય મિત્રોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર