Home /News /kutchh /PM Modi Kutch roadshow: 75 હજારથી વધુ કચ્છી માડુઓએ પીએમ મોદીનું કર્યુ સ્વાગત, જુઓ માહોલનો વીડિયો

PM Modi Kutch roadshow: 75 હજારથી વધુ કચ્છી માડુઓએ પીએમ મોદીનું કર્યુ સ્વાગત, જુઓ માહોલનો વીડિયો

Kutch News: કચ્છમાં પીએમ મોદીનું કચ્છી માડુઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કર્યું હતુ. પીએમ મોદી રોડ શો દ્વારા તેમનું અભિવાદન ઝીલ્યુ હતુ.

Kutch News: કચ્છમાં પીએમ મોદીનું કચ્છી માડુઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કર્યું હતુ. પીએમ મોદી રોડ શો દ્વારા તેમનું અભિવાદન ઝીલ્યુ હતુ.

PM Narendra Modi Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત પર છે. આજે તેઓ કચ્છની મુલાકાતે છે. આજે પીએમ મોદીએ ભુજના જયનગરથી સ્મૃતિ વન સુધી 2.5 કિમીનો રોડ શો કર્યો હતો. જેમાં 75 હજાર લોકોએ PM મોદીનું સ્વાગત કર્યુ હતુ. આ સાથે પીએમ મોદી રવિવારે સવારે 10 કલાકે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન પણ કર્યુ છે. આ ઉપરાંત ભુજ પહોંચી સૌથી પહેલા ભવ્ય રોડ શો યોજાયો હતો.

આ પછી સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમને સંબોધશે. ત્યારબાદ બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પરત ફરશે. સાંજે 5.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ભારતમાં સુઝુકીના 40 વર્ષ'ની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.



આજનો પીએમ મોદીનો કાર્યક્રમ



    • સવારે રાજભવનથી ગાંધીનગર સચિવાલય હેલિપેડ જવા રવાના

    • ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ

    • કાલે સવારે ૧૧:૩૦ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સંબોધન કરશે

    • ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા રાષ્ટ્રાર્પણ







  • ૧ વાગ્યા બાદ કચ્છથી ગાંધીનગર ખાતે આવવા રવાના

  • ૧.૩૦ કલાકથી રાજભવન ખાતે રોકાણ

  • ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સાંજે ૫.૦૦ કલાકે ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે

  • રવિવારે સાંજે ૬.૪૦ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા માટે રવાના થશે.

First published:

Tags: Gujarat Visit, કચ્છ, ગુજરાત, વડાપ્રધાન મોદી

विज्ञापन