Dhairya Gajara, Kutch: કચ્છની હસ્તકળા (Kutchi Handicraft) પોતાની વિવિધતાના કારણે આજે દેશવિદેશમાં પ્રખ્યાત બની છે. તો અહીંની હસ્તકળાને વિશ્વ સ્તરે પહોંચાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) પણ સિંહફાળો રહ્યો છે તે કહેવું અતિશયોક્તિ નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી (Narendra Modi Gujarat CM) હતા તે સમયથી જ તેમને કચ્છી હસ્તકળાને પ્રોત્સાહન આપ્યું છે. પોતાના વિદેશ પ્રવાસોમાં હર વખતે મોંઘેરા મહેમાનોને તેમણે કચ્છી હસ્તકળાના નમુના ભેટ (PM Gifts) આપી બધાને કચ્છી હસ્તકળાના દિવાના બનાવ્યા છે. તો હાલમાં જ જાપાનના પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રીએ (પીએમ મોદી Japan Visit) જાપાનના પ્રધાનમંત્રીને કચ્છની રોગાન છાપ કળાથી (Rogan Art) બનેલો લાકડાનો બોક્સ ભેટ આપ્યો હતો.
જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના વડાપ્રધાનને કચ્છી રોગાન કળા વાળા હસ્તકલાના લાકડાના બોક્સની ભેટ આપી. આ પૂર્વે PM મોદીએ ડેનમાર્કની રાણીને પણ કચ્છી રોગાન કળા સાથેની સોગાદ આપી હતી. આમ એક મહિનામાં બીજીવાર કચ્છી રોગાન કળા વિશ્વ સ્તરે ચમકી છે.
કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે.
જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના વડાપ્રધાન ફૂમિયો કિશિદાને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ સ્વરૂપે આપ્યું હતું. જાપાનના વડાપ્રધાનને ભેટમાં આપવામાં આવેલ રોગાન આર્ટની કૃતિ કચ્છના નીરોણાના રોગાન આર્ટિસ્ટ મોહમદ રીઝવાન ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ રૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો, પરંતુ 1985માં પુન: રોગાનકલાને જીવંત કરવામાં આવી હતી. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને કચ્છી કસબીની આ કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી.
ઉપરાંત 2019 બાદ ગુજરાતમાં જે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ કે અન્ય VIP લોકો આવે છે ત્યારે અને જ્યારે મોદીજી અન્ય દેશના પ્રવાસે જાય છે ત્યારે સનમાન તથા ભેટ સ્વરૂપે કચ્છની કલાકૃતિ આપવામાં આવે છે જે કચ્છ માટે ગૌરવની વાત છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર