Home /News /kutchh /Kutch Earthquakes: 2001ના ભૂકંપના ફક્ત એક દિવસ પહેલા લેવાઇ હતી આ તસવીર, જાણો કેમ ખાસ છે!

Kutch Earthquakes: 2001ના ભૂકંપના ફક્ત એક દિવસ પહેલા લેવાઇ હતી આ તસવીર, જાણો કેમ ખાસ છે!

પ્રાગ મહેલની પહેલી મઝીલ પરથી લેવાઈ છે આ તસવીર

2001માં કચ્છ પર ત્રાટકેલા એ ગોઝારા ભૂકંપના ફક્ત એક દિવસ પહેલા એક વિદેશી પ્રવાસી દ્વારા લેવામા આવેલી ભુજના દરબાર ગઢની તસવીર ભૂકંપ પહેલા અહીંની ઐતિહાસિક વિરાસતને સ્વસ્થ અવસ્થામાં દર્શાવતી સંભવિત અંતિમ તસવીર હશે.

    Dhairya Gajara, Kutch: 2001નું એ સાલે કચ્છને બે યુગમાં વિભાજિત કર્યું હતું. એક યુગ ભૂકંપ પહેલાંનું અને એક હાલનું ભૂકંપ બાદનું યુગ. જ્યારે સમગ્ર દેશ નવી સદીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે જ કચ્છની ધરા ધ્રુજી ઉથી હતી અને જોતજોતામાં બધું જ ધવસ્થ થઈ ગયું હતું. ભૂકંપ પહેલાં પણ વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હતા અને એવા જ એક પ્રવાસી દ્વારા પાડવામાં આવેલો આ ફોટો કદાચ કચ્છના એ ગોઝારા ભૂકંપ પહેલા અહીંની ઐતિહાસિક વિરાસતને સ્વસ્થ અવસ્થામાં દર્શાવતો અંતિમ ફોટો હશે.

    2001ના ગણતંત્ર દિવસની સવારે 8.46 વાગ્યે 7.7ની તીવ્રતાથી ધ્રુજી ઉઠેલી કચ્છની ધરાથી અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતા તો અનેક લોકોએ પોતાના સ્વજનોને જીવનભર માટે ગુમાવ્યા હતા. ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા, તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા.


    કચ્છના ઇતિહાસમાંએ કાળમુખા દિવસના એક દિવસ પહેલા જ કચ્છ ફરવા આવેલા એક વિદેશી પ્રવાસીએ ભુજના બહુચર્ચિત દરબાર ગઢની મુલાકાત લીધી હતી. પોતાના પ્રવાસ સમયે જ દરબાર ગઢના અનેક ફોટા પણ પાડેલા અને તેમાંથી જ એક હતું આ પ્રાગ મહેલ પેલેસના પહેલા માળેથી પાડવામાં આવેલું દરબાર ગઢના પ્રવેશ દ્વારા નાગર ખાનાનો ફોટો જેમાં ડાબા ખૂણે રાણી વાસ પણ દેખાય છે.



    બીજા જ દિવસે ત્રાટકેલા એ ગોઝારા ભૂકંપે આ નાગરખાના અને રાણી વાસને ખુબ નુકસાની પહોંચાડી હતી. બન્ને ઇમારતો મોટા પાયે જર્જરિત થઇ હતી અને ત્યારબાદ ખંડેર બની હતી. એ ભૂકંપના લગભગ એક મહિના બાદ તે પ્રવાસીએ પોતાના ગાઈડ અને કચ્છના એક જાણીતા ઇતિહાસકાર પ્રમોદ જેઠીને આ તસવીર મોકલાવી હતી. આજે પણ આ તસવીર દરબાર ગઢમાં આવેલી પ્રમોદભાઈની ઓફિસમાં સાચવેલી છે.



    News18ને પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડથી આવેલા એ પ્રવાસીએ તેમને ફેબ્રુઆરી મહિનામાં આ તસવીર મોકલાવી હતી. ભૂકંપમાં ફક્ત એક દિવસ પહેલા લેવામાં આવેલી આ તસવીર બાદ દરબાર ગઢની તસ્વીર હંમેશા માટે બદલાઈ ગઈ છે અને માટે જ આ તસવીર ખૂબ મહત્વપૂર્ણ છે. પ્રમોદભાઈએ ભુજ શહેર પર લખેલી એક પુસ્તકમાં પણ આ ફોટો મૂક્યો છે.

    First published:

    Tags: Earthquakes, Kutch, Local 18

    विज्ञापन