રતિયા ગામના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી આવેદન પત્ર અપાયું
kutch news: ભુજ તાલુકાના રાતીયા ગામના (Ratiya village) રહેવાસીઓ એક અસામાજિક તત્વથી પરેશાન થયા છે. ગ્રામજનોના કહ્યા પ્રમાણે આ શખ્સ દ્વારા ગામની સીમમાં દબાણ (land grabbing) ઊભું કરી, લોકોને પોતાની જમીન પર આવતા ધાક ધમકી કરે છે.
Bhuj news: ભુજ તાલુકાના રાતીયા ગામના (Ratiya village) રહેવાસીઓ એક અસામાજિક તત્વથી પરેશાન થયા છે. ગ્રામજનોના કહ્યા પ્રમાણે આ શખ્સ દ્વારા ગામની સીમમાં દબાણ (land grabbing) ઊભું કરી, લોકોને પોતાની જમીન પર આવતા ધાક ધમકી કરે છે. ગામના પશુઓના ચરવાની જમીન પર દબાણ કરી પશુઓને પણ આવવા ન દેતાં, ગ્રામજનો રોષે ભરાયાં છે. આજે આ મુદ્દે ગામના લોકોએ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંહને આવેદન પત્ર પાઠવી, દબાણ ખાલી કરવા અને શખ્સને ગામમાંથી કાઢી મૂકવા રજૂઆત કરાઈ હતી.