Home /News /kutchh /Kutch: 2031 પહેલાનો અંતિમ સૂર્યગ્રહણ જોવા ભુજવાસીઓ ઉમટ્યા

Kutch: 2031 પહેલાનો અંતિમ સૂર્યગ્રહણ જોવા ભુજવાસીઓ ઉમટ્યા

ખગોળીય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

વિક્રમ સવંત 2078 ના અંતિમ દિવસે વર્ષનો આખરી સૂર્યગ્રહણ સર્જાયો હતો. માત્ર આ વર્ષનો જ નહીં પરંતુ 2031 સુધીમાં ભારતમાંથી દેખાનારો આ અંતિમ સૂર્યગ્રહણ હોતાં ખગોળ રસિકો માટે આ એક વિશેષ લહાવો હતો.

    Dhairya Gajara, Kutch:  વિક્રમ સવંત 2078 ના અંતિમ દિવસે વર્ષનો આખરી સૂર્યગ્રહણ સર્જાયો હતો. માત્ર આ વર્ષનો જ નહીં પરંતુ 2031 સુધીમાં ભારતમાંથી દેખાનારો આ અંતિમ સૂર્યગ્રહણ હોતાં ખગોળ રસિકો માટે આ એક વિશેષ લહાવો હતો. આ તકને ઝડપી પાડવા કચ્છના ખગોળપ્રેમીઓ ભુજના હિલ ગાર્ડન મધ્યે ભેગા થયા હતા અને આ અલભ્ય ઘટનાના સાક્ષી બન્યા હતા.

    કચ્છમાં ખગોળશાસ્ત્ર વિષે છેલ્લા અનેક વર્ષોથી લોકોને જાગૃત કરતી સંસ્થા સ્ટારગેઝિંગ ઇન્ડીયા અવાર નવાર ખગોળીય ઘટનાઓ મુદ્દે લોકોને માહિતી પૂરી પાડે છે. સર્જાયેલા ખંડગ્રાસ સૂર્યગ્રહણને નિહાળવા સંસ્થા દ્વારા ભુજના હિલ ગાર્ડન ખાતે એક ખાસ નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો, યુવાનો તેમજ વૃદ્ધોએ આ તક ઉપાડી સૂર્યગ્રહણ નિહાળવા અને તેને સમજવા ભેગા થયા હતા.



    આ આયોજન પાછળ સંસ્થાનો હેતુ હતો કે લોકો ગ્રહણ પ્રત્યેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ ભૂલી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ પ્રાકૃતિક ઘટનાને નિહાળે. સાંજે 4.34 વાગ્યાથી શરૂ થયેલા ગ્રહણને જોવા લોકો 4 વાગ્યાથી ભેગા થયા હતા અને ટેલિસ્કોપની મદદથી સૂર્ય પર ચંદ્રના ગ્રહણનું અદભુત નજારો જોયો હતો. તો સંસ્થા દ્વારા બનાવાયેલ વિવિધ ઉપકરણોથી પરોક્ષ રીતે ગ્રહણનું પ્રોજેકશન પણ લોકોએ નિહાળ્યું હતું. તો સાથે જ સંસ્થાના સ્થાપક અને કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર દ્વારા લોકોને આ મુદ્દે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.



    News18 સાથે વાત કરતા નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, લોકોમાં સૂર્ય ગ્રહણ અંગે અનેક અંધશ્રદ્ધાઓ પાળેલી છે જે કારણે કુદરતની આ લીલાનો લહાવો લેવાનું આપને ચૂકી જતા હોઈએ. \"સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાથી થતું ગ્રહણ તે માત્ર એક પડછાયાની રમત છે. લોકો આવી ઘટનાને જોઈ તેની પાછળનું વિજ્ઞાન જાણે તેમજ આવતી પેઢી ખગોળશાસ્ત્રમાં રસ લે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.\"
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch, Solar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन