Home /News /kutchh /Kutch: ઐતિહાસિક કહી શકાય તેવા 790 જેટલા લોકો માસક્ષમણમાં જોડાયા; બાળકો અને અજૈન પણ જોડાયા

Kutch: ઐતિહાસિક કહી શકાય તેવા 790 જેટલા લોકો માસક્ષમણમાં જોડાયા; બાળકો અને અજૈન પણ જોડાયા

X
216

216 લોકોએ ત્રીસ દિવસ સુધી સળંગ ઉપવાસ કર્યા

ચાતુર્માસ સમયે ભુજ પધારેલા જૈન સંત સાથે 790 જેટલા લોકોએ માસક્ષમણ શરૂ કર્યું તો બાળકો અને અજૈન લોકો સહિત 216 લોકોએ ઉપવાસ પૂર્ણ કર્યા

Dhairya Gajara, Kutch: ચોમાસુ શરૂ થાય એટલે જૈન ધર્મના (Jainism) લોકો દ્વારા ચાતુર્માસ ઉજવવામાં આવે છે જે દરમિયાન તેમના પૂજનીય સંતો (Jain Sage) કોઈ એક શહેર અથવા ગામમાં સ્થાયી થાય છે. ધામધૂમથી ઉજવાતા આ સંતોના ચાતુર્માસ પ્રવેશોત્સવ બાદ સમાજના અનેક લોકો ચાતુર્માસ દરમિયાન વિવિધ ઉપવાસ (Fasting) કરી તપ કરતા હોય છે. આ વર્ષે જ્યારે ચાતુર્માસમાં જૈન સમાજના પૂજનીય આચાર્ય યજ્ઞવિજયજી તપગચ્છ જૈન સંઘ ભુજ ખાતે પધાર્યા છે ત્યારે એક સાથે 700થી વધારે લોકો ઉપવાસમાં (Jains Fasting) જોડાયા હતા અને તેમાંથી 216 લોકોએ 30 દિવસના મહામૃત્યુંજય તપ ઉપવાસ એટલે કે માસક્ષમણ પૂર્ણ કર્યા છે.

અહિંસા પરમો ધર્મના સૂત્ર સાથે જીવતા જૈન ધર્મના લોકો પોતાના તપ માટે જાણીતા છે. પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવા શરીરને કષ્ટ આપી આત્માનું શુદ્ધિકરણ કરી દિવ્ય શક્તિના બળે લોકો સળંગ અનેક ઉપવાસ કરતા હોય છે. માસક્ષમણ પણ એવા જ કઠિન ઉપવાસમાંથી એક છે જેમાં 10 અઠ્ઠમ એટલે કે 30 દિવસ સુધી અનાજનો એક કણ પણ લોકો આરોગતા નથી. તો સાથે જ ઉકાળેલું પાણી પણ ફક્ત સૂર્યાસ્ત સુધી જ પીવે છે.

10 વર્ષ પહેલાં આચાર્ય યજ્ઞવિજયજી ચાતુર્માસ સમયે ભુજ પધાર્યા હતા ત્યારે તપગચ્છ જૈન સંઘના લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે બીજી વેળાએ જ્યારે મહારાજ સાહેબ પધારશે ત્યારે સંઘમાં લોકો દ્વારા સમૂહ માસક્ષમણ કરવામાં આવશે. આ વર્ષે ચાતુર્માસમાં જૈન સંત ફરી ભુજ પધારતા 790 જેટલા લોકો માસક્ષમણમાં જોડાયા હતા.

આ પણ વાંચો:   ભારતની આઝાદી બાદ જ કચ્છી કારીગરે બાંધણી વડે બનાવ્યો હતો ભારતનો નકશો

આ દરમિયાન કોઈએ પાંચ દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા, કોઈ 10 દિવસના તો કોઈએ 15 દિવસના. તો 216 લોકો 30 દિવસના ઉપવાસ પૂર્ણ કરવા સુધી પહોંચ્યા છે અને હાલ તેમનો અંતિમ અઠ્ઠમ ચાલુ છે. આ તપસ્વીઓમાં બુઝુર્ગ લોકો તો છે જ પણ સાથે યુવાનો પણ મોટી માત્રામાં જોડાયા છે તો પાંચથી 14 વર્ષ સુધીના બાળકોને પણ જોડાઈને એક ઉપવાસથી લઈને માસક્ષમણ સુધી પૂર્ણ કર્યા છે.

તો નવાઈ પમાડે એવી વાત છે કે આ તપસ્વીઓમાં માત્ર જૈન સમાજના લોકો જ નહીં પરંતુ અજૈન લોકો પણ જોડાય છે. દસ વર્ષ પહેલાં ભુજના જ મોહમ્મદભાઈએ અઠ્ઠઈનો ઉપવાસ કર્યો હતો. તો આ વર્ષે પણ ત્રણ અજૈન લોકો આ માસક્ષમણમાં જોડાયા છે.
First published:

Tags: Jain, Jain community, Kutch, Kutch Latest News, Kutch Samachar