kutch news: બેંકની 12 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો (BJP candidate) બિનહરીફ જીત્યા હતા. બાકીની ત્રણ બેઠકો પર ભાજપના જૂના ઉમેદવારો સામે પક્ષમાં નવા જોડાયેલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જે માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું.
કચ્છ: જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં (Election of Cooperative Bank) ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એક વખત સંપૂર્ણ વિજય મેળવ્યો છે. બેંકની 12 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. બાકીની ત્રણ બેઠકો પર ભાજપના જૂના ઉમેદવારો સામે પક્ષમાં નવા જોડાયેલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જે માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું. આ ત્રણેય બેઠકો પર ભાજપના જૂના નેતાઓએ જીત મેળવી હતી.